ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે વિદ્યાભારતી અધ્યયન અને પ્રશિક્ષણ કેન્દ્ર, સેક્ટર ૨૨ ખાતે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે વિદ્યાભારતી અધ્યયન અને પ્રશિક્ષણ કેન્દ્ર, દેના બેન્કની સામે, સેક્ટર ૨૨ ખાતે તેમના પરિવારના સભ્યો તેમજ સ્થાનિક રહીશો સાથે પધારી મતદાન કર્યું હતું. છેલ્લા 27 વર્ષની ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલી અવિરત વિકાસયાત્રાને આગળ ધપાવવા તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના નેતૃત્વ પર વિશ્વાસ કરીને ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કમળને વિજયી બનાવશે તેવો શ્રીમતી રીટાબેન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *