માંડવીમાં હિતચિંતક અભિયાન હેઠળ 1300 લોકો જોડાયા

સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજને એકાત્મતાના ભાવથી જોડી રાખી હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને જીવન પદ્ધતિના સંવર્ધન માટે ૧૯૬૪થી કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદની માંડવી શાખા દ્વારા હિન્દુ સંપર્ક યાત્રા કરીને હિતચિંતક અભિયાન હેઠળ1300 લોકોને જોડવામાં આવ્યા હતા. હિતચિંતક એટલે હિન્દુત્વના ભાવથી ભરેલું હૃદય, ધર્મ સંસ્કૃતિના ઉત્થાન માટે સંકલપિત મન, પરમ વંદનીય સંતોના ચરણોમાં નમેલું શીશ.
વિશ્વ હિન્દુ પરિષદના વિભાગીય મંત્રી ડો. કૃષ્ણકાંત પંડ્યા, જિલ્લા મંત્રી ચંદુભાઈ રૈયાણી, પ્રાંત અધિકારી ચેતનભાઈના માર્ગદર્શન હેઠળ તેમજ કચ્છ જિલ્લા વિશેષ સંપર્ક પ્રમુખ કેપ્ટન જખ્ખુભાઈ સંઘાર અને પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ દીપેશભાઇ જોશીની ઉપસ્થિતિમાં અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો.
માંડવી શાખા હિતચિંતક અભિયાનના અધ્યક્ષ નિર્મલકુમાર આસોડિયા સાથે સંયોજક ધૈર્યભાઈ કાનાણી, જીગરભાઈ, હિતેશભાઈ સહુ સાથે મળી રામ જન્મભૂમિ આંદોલન, ગંગા રક્ષા આંદોલન, અશાંત ધારાનો અમલ, ધર્માંતરણ વિરૂદ્ધ કાયદો, લવ જેહાદ અને ગૌરક્ષા જેવા વિષય સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *