



રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ્
આહવા ખાતે સાપુતારાનાનાકા પાસેના દત્તનગર ફળિયામાં ૩૦ વર્ષ જૂનું વારકરી સંપ્રદાય નું “દત્ત મંદિર” છે.
તા.૦૭/૧૨/૨૦૨૨ દત્તજંયતિની ઉજવણી માં બપોરે 12:00 “ગુરુ ચરિત્ર ગ્રંથ” નું પારાયણની પૂર્ણાહુતિ સાથે મહાઆરતી કરી, મહાપ્રસાદ (ભંડારો) યોજાયો. જેનો લાભ ગ્રામજનો મોટી સંખ્યામાં લાભ લીધો.
આ મંદિર ખાતે દત્તજંયતિની ઉજવણી નિમિત્તે ગામમાં ભિક્ષા ઝોળી ફેરવવામાં આવે છે. તેમાંથી જે સીધું-સામાન મળે છે એના દ્વારા આ ભંડારો દર વર્ષે કરવામાં આવે છે. હ.ભ.પ.ગબામહારાજનાં માર્ગદર્શનમાં તારીખ 01/12 થી 06 /12/22 સુધી “ગુરુ ચરિત્ર ગ્રંથ”નું પારાયણ કરવામાં આવ્યું, ભીક્ષા ઝોળી ફેરી, કિર્તન વગેરે પણ આયોજન વર્ષોથી કરવામાં આવે છે.
આ મંદિર દ્વારા દર ગુરુવારે ભીક્ષા ઝોળી મૂકવામાં આવે છે, અને દર ગુરુવારે સાંજે મહા પ્રસાદ બનાવવામાં આવે છે. શનિવારે બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.
આ મંદિર ના સ્થાપક ને જુના ભક્તોમાં એકમાત્ર નિવૃત્ત શિક્ષક મધુભાઈ હાલ હયાત છે એમના માર્ગદર્શન માં આ તમામ કાર્યક્રમો નું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. આહવા નગરજનો મોટો સહયોગ મળી રહે છે. મહારાષ્ટ્ર થી પણ ભક્તો અને સંતો ઉપસ્થિત રહે છે.