અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત પાંચમી ટર્મમાં ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ નો ભવ્ય વિજય

ઈશ્વરસિંહ પટેલે ૪૦ હજાર કરતા વધુ મત મેળવીને મોટા ભાઈ વિજય ને પરાજય આપ્યો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે સતત પાંચમી ટર્મમાં પોતાની જીતને યાથવત રાખી છે.કોંગ્રેસનાં ઉમેદવાર વિજયસિંહ પટેલે કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનો ૪૦ હજાર કરતા વધુ મતોથી ભવ્ય વિજય થયો છે.કોંગ્રેસ દ્વારા ભાજપને મજબૂત ટક્કર આપવા માટે ઈશ્વરસિંહ પટેલ ના મોટા ભાઈ વિજયસિંહ પટેલ ને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા,જોકે આ ફેક્ટર પણ કોંગ્રેસ માટે બૂમરેંગ સાબિત થયુ હતુ.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.ભાજપનાં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે ૪૦ હજાર થી પણ વધુ મતોની સરસાઈ થી સતત પાંચમી ટર્મમાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે.ઈશ્વરસિંહ પટેલના ભવ્ય વિજયને વધાવવા માટે ભાજપના કાર્યકર્તા તેમના સાર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,ભાજપના કાર્યકર્તાઓ માં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું.ઈશ્વરસિંહ પટેલે પોતાની જીત બદલ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મતક્ષેત્રના મતદારો તેમજ ભાજપના કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM