


- ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ૩૩મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવ નો પ્રારંભ થયો
- ૧૧૭ કોલેજ ના ૧૦૮૧ વિધાર્થીઓએ ભાગ લીધો
મનુભાઈ નાયી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ના યજમાન પદે ૩૩ મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવ હિંમતનગર ખાતે પ્રારંભ થયો હતો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્રારા આયોજીત અને શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ના યજમાન પદે ૩૩ મો આંતર કોલેજ ખેલકૂદ રમતોત્સવ હિંમતનગર ના સાબર સ્ટેડિયમ માં યોજાયો હતો જેમા તા.૧૦ ડીસેમ્બર થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૨ સુધી ચાલનાર આ રમતોત્સવ નુ ઉદ્ઘાટન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના કુલપતિ પ્રો.જાબાલી જે.વોરાના અધ્યક્ષ પદે યોજાયો હતો તો પ્રો. રોહિત કુમાર દેસાઇ તેમજ પ્રાંતિજ અધ્યાપક સમાજ પ્રાંતિજ ના પ્રમુખ પ્રા.કે.એસ.શાસ્ત્રી તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના બોર્ડ ઓફ ચેરમેન શૈલેષભાઈ પટેલ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ શારિરીક શિક્ષણ અને યુવા કલ્ચર પ્રવૃતિ ના ડાયરેક્ટર પ્રો.ર્ડા ચિરાગ એ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ રમતોત્સવ મા ૧૧૭ કોલેજ ના ૧૦૮૧ વિધાર્થીઓએ દોડ , કૂદ અને ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓમા ભાગ લીધો હતો જેમા ૮૦૦ મીટર દોડ ભાઇઓમા ઠાકોર વીરસંગજી ચંપુજી ડીસા કોલેજ પ્રથમ તો ૮૦૦ મીટર દોડ બહેનોમા રબારી સતી લાખાભાઇ હિંમતનગર કોલેજ પ્રથમ નંબર આવેલ તો ૧૦૦૦ મી દોડ મા ચૌધરી હિતેશ કુમાર ફલજીભાઇ ઉઝા કોલેજ પ્રથમ તો બહેનો મા ૧૦૦૦ મીટર દોડ મા બુંબાડીયા અંજનાબેન રોહિત ભાઇ ઈડર કોલેજ નો પ્રથમ નંબર આવ્યો હતો જયારે હાઇજંપ ભાઇઓમા ઠાકોર અરવિંદ કુમાર અનુકજી ગઢ કોલેજ નો પ્રથમ નંબર આવ્યો હતો જયારે બહેનો મા રાજપૂત માહી અજીતસિંહ હિંમતનગર કોલેજ નો પ્રથમ નંબર આવ્યો હતો તો વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને કોલેજ ના આચાર્ય ર્ડા.કે.આર. પ્રસાદ તેમજ સંચાલક ર્ડા.મહેલભાઇ પી.પટેલ પ્રાંતિજ કોલેજ દ્રારા અભિનંદન પાઠવ્યા હતા
