ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ની અધ્યક્ષતામા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગુજરાત સરકારની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ…

રિપોર્ટ, મયુર પટેલ

ગુજરાત ના છેવાડાના માનવી સુધી સદવિચાર સેવાનો સુવાસ સતત કાર્યરત રહે તે દિશામાં ગુજરાતના દીર્ઘદ્રષ્ટા એવા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત કાર્યરત છે
રાષ્ટ્રહિતમાં ગુજરાતના છેવાડાના માનવી ને જોડનારી કડી એટલે “સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ” ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર ખાતે લોક પ્રિય મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ગુજરાત રાજ્યના પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઈ દવે ની અધ્યક્ષતામાં સંયોજક શ્રી ઓ ની બેઠક રાખવામાં આવેલ,
લોકશાહીના આ રાષ્ટ્રીય પર્વમાં ખૂબ જ જુસ્સાભેર સાથે કાર્ય કરનાર તમામ યુવા બોર્ડના સંયોજકો ની પ્રશંસા અને કાર્ય કરવાની પદ્ધતિને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આવકારી યુવા બોર્ડના કાર્યને બિરદાવ્યા હતા,
ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઈ દવે યુવા બોર્ડના તમામ સંયોજકોને જુસ્સાભેર કામગીરી બદલ અભિનંદન પાઠવી આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું
યુવા બોર્ડ રાજ્યકક્ષા ની આ બેઠકમાં ગુજરાતના તમામ ઝોન સંયોજકો તથા જિલ્લા સંયોજકો સહિત પરિપૂર્ણ સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા
ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નો સ્વાગત તમામ સંયોજક શ્રી ઓ એ કરેલ ત્યારે હર્ષભાઈ પણ પરિપૂર્ણ પ્રેમ નું સમર્પણ સ્વીકારી સામે જ પોતે પણ તમામ સંયોજકોનું સન્માન કરેલ અને સંગઠન નો દીર્ઘદ્રષ્ટા નો પરિચય આપેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *