જેએનયુ (JNU) ખાતે કોંગ્રેસના સાંસદ દ્વારા વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણ કરવાના અત્યંત શરમજનક અને હીન કૃત્ય સામે ભાજપા મહિલા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું

કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અગોઇચામ દ્વારા જેએનયુ (JNU)ની વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણ કરવાના અત્યંત શરમજનક અને હીન કૃત્ય સામે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતૃત્વની શરમજનક ચુપકીદી સામે રોષ વ્યક્ત કરવા માટે આજે રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં વિશાળ સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ ધરણાં-પ્રદર્શન યોજ્યા હતા.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા મોરચાના સંગઠનના પદાધિકારીઓ મહિલા ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત બહેનોએ કોંગ્રેસ અને તેના શીર્ષ નેતૃત્વ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મહિલા સુરક્ષાના મુદ્દે કોંગ્રેસના બેવડા ધોરણોને ખુલ્લા પાડ્યા હતા અને દોષિત સાંસદ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના આ સાંસદના કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે તેમને કોંગ્રેસમાંથી બરતરફ કરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો. રાજ્યભરમાં યોજાયેલા આ ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમોમાં મહિલા ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ ઉત્સાહભેર જોડાઈને કોંગ્રેસની નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસ ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવાયા હતાં કે, કોંગ્રેસ પાર્ટી હંમેશાં મહિલા સન્માન અને સુરક્ષાના મોટા મોટા દાવા કરે છે, પરંતુ જ્યારે તેમના પોતાના જ સાંસદ દ્વારા આવું ગંભીર અને શરમજનક કૃત્ય આચરવામાં આવે છે ત્યારે પક્ષના શીર્ષ નેતૃત્વના મોઢામાંથી એક શબ્દ પણ બહાર નથી આવતો. મહિલાઓની સુરક્ષા અને સન્માનનો વિષય કોંગ્રેસ માટે માત્ર રાજકીય ભાષણો આપવા અને ચૂંટણી પૂરતો લાભ મેળવવાનું સાધન છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *