રાજ્ય કક્ષા નાં વન અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી. રમણ ભાઈ પાટકર જી કપરાડા વિધાનસભા ની પેટા ચૂંટણી અંતર્ગત કરચોડ જીલ્લા પંચાયત વિસ્તાર માં આપણા લોકપ્રિય ઉમેદવાર શ્રી. જીતુભાઇ ચૌધરી સાથે સઘન ચૂંટણી પ્રચાર કરેલ

 કરચોડ  અસ્ટોલ , કસ્ટોનીયા , કેતકી -ઉમલી ,  દહીંખેડ , શુક્લબારી , હૈદલબારી , વિગેરે ગામો માં ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહેલ

પરાડા ભાજપ પ્રમુખ ગુલાબ ભાઈ રાઉત , જીલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી , એ દરેક ગામો માં સ્વાગત , આભાર વિધિ કરેલ , ઉમેદવાર જીતુ ભાઈ ચૌધરી એ ખૂબજ પ્રેરક પ્રવચન કરતાં જણાવેલ કે મારા કપરાડા મત વિસ્તાર નાં સર્વાંગી વિકાસ માટે જ હું ભાજપ માં જોડાયેલ છું , આપણા ગુજરાત નાં પનોતા પુત્ર એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જી ની વિકાસ યાત્રા માં સામેલ થઈ મારા આદિવાસી ભાઈ – બહેનો અને સમગ્ર વિસ્તાર ની પ્રજા વિકાસ યાત્રા માં પાછળ ન રહે એ જ મારો ઉદ્દેશ છે ,

  મંત્રીશ્રી એ ઉદબોધન માં જણાવેલ કે જીતુભાઇ કસાયેલા અનુભવી ચાર ટર્મ થી ધારાસભ્ય તરીકે ખૂબજ પ્રભાવશાળી રીતે તેમનું કર્તવ્ય નિભાવેલ જેનો હું સાક્ષી છુ , ભાજપ માં સામેલ થવાથી તેમના અનુભવ અને કાર્યક્ષમતા થી ધારાસભ્ય તરીકે ઉમદા સેવા કરી કપરાડા વિધાનસભા માં સમાવિષ્ટ વિસ્તાર નો સર્વાંગી વિકાસ હરણફાળ ભરશે તેવો મને વિશ્વાસ છે ,

દરેક સ્થળો પર ઉપસ્થિત લોકોએ ભાજપ માં વિશ્વાસ વ્યક્ત કરી જીતુભાઇ ને જંગી બહુમતીએ વિજય અપાવવા અમારા વિસ્તાર નાં ગામો માં એક તરફી ભાજપ ને સમર્થન નો સધિયારો  આપેલ ,

અન્ય ભાજપ અગ્રણીઓ માં તાલુકા પંચાયત નાં પ્રમુખ સુમિત્રા બેન , માજી તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઇ રાઉત , મહેશ ભાઈ ભટ્ટ (વાપી ) ,ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢૂં , ઉમરગાવ તાલુકા ભાજપ મહામંત્રી રામદાસ વરઠ્ઠા , પ્રદેશ યુવા ભાજપ નાં કારોબારી સભ્ય સિદ્ધાર્થ ભાઈ , વલસાડ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કેયુર ભાઈ , જિલ્લા પંચાયત નાં સભ્ય ભગવાન ભાઈ બાતરી ,  , સુરેશભાઈ ,  સરપંચશ્રીઓ  વિગેરે ઉપસ્થિત રહેલ .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM