
રીપોર્ટ મહેશ ડી સિઘવ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટીપ્પણી કરી જેના વિરોધમાં આજે ભાજપ આગેવાનોએ મોરબીમાં પુતળા દહન કરી બિલાવલ ભુટ્ટોનો વિરોધ નોંધાવ્યો હતો મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ભાજપ આગેવાનો અને કાર્યકરો આજે એકત્ર થયા હતા અને પાકિસ્તાન હાય હાય તેમજ બિલાવલ ભુટ્ટો હાય હાય નારા લગાવ્યા હતા મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી વિશે કરેલ ટીપ્પણીનો વિરોધ નોંધાવ્યો હતો અને પુતળા દહન કરવામાં આવ્યું હતું તેમજ જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે પીએમ મોદી વિશે ટીપ્પણી કરનારને જડબાતોડ જવાબ આપવામાં આવશે અને ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ઉચ્ચારણ સહન કરવામાં નહિ આવે. વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક ટીપ્પણી કરનાર બિલાવલ ભુટ્ટોના પુતળાનું દહન કરાયું મોરબીમાં ભાજપ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો
