૧૭૦, મહુવા વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા નો ઉમરા ખાતે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો..

૧૭૦,મહુવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા જેઓ પોતાના વિકાસના કામોને લઈ પ્રજામાં દિલોમાં એક આગવું સ્થાન ધરાવે છે જેઓને સતત પાંચમી વખત પાર્ટીએ વિશ્વાસ રાખીને ટિકિટ આપી અને મહુવા વિધાનસભાની પ્રજાએ તેમને ખૂબ જ જંગી બહુમતીથી વિજય અપાવ્યો તે બદલ સમગ્ર મહુવા વિધાનસભા નો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં હજારો ની સંખ્યામાં જનમેદની ઉપસ્થિતિ થઈ આ અભિવાદન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગ્રણીઓ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સંગઠનના કાર્યકર્તાઓ, તેમજ તમામ ગામના સરપંચ શ્રીઓ, તમામ મતદાર ભાઈઓ ,બહેનો નો ખુબ મોટી જંગી લીડ થી વિજય આપવા બદલ ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો….

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *