સરઢવ ગામના જનતાનગર ખાતે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ

ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિસ્તારના સક્રિય અને યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનભાઇ પટેલે કાર્યક્ષેત્રના સરઢવ ગામે સ્થિત રેવાબાઈ જનરલ હોસ્પિટલ ની મુલાકાત કરી હતી જ્યાં તેઓએ હોસ્પિટલના વ્યવસ્થાપન ઉપલબ્ધ સુવિધાઓ સારવાર પદ્ધતિઓ સહિતની કામગીરી અંગે જાણકારી મેળવી સમીક્ષા કરી હતી તેમજ દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત સરઢવ ગામના જનતાનગર ખાતે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં સરપંચશ્રી,તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *