MLA કાંતિ અમૃતિયાની રાજકોટમાં DIG સાથે પ્રેરક મુલાકાત

મહેશ ડી સિંધવ બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન

MLA કાંતિ અમૃતિયાની રાજકોટમાં DIG સાથે પ્રેરક મુલાકાત, જનતાની સમસ્યાની ચર્ચા કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ MLA કાંતિ અમૃતિયા સતત પ્રજાલક્ષી કાર્યો કરવા તત્પર થયા છે. તાજેતરમાં તેમણે જાહેર મંચમાં પ્રજાને કોઈપણ સમસ્યા ઉદભવે તો તેમનો સંપર્ક કરવાની અપીલ કરી હતી. જે બાદ આજરોજ તેમણે રાજકોટ ખાતે DIG યાદવ સાથે મુલાકાત કરી હતી તેમજ મોરબીની જનતાની સમસ્યો અને તેમના પશ્નો અંગે ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે મોરબી જિલ્લામાં કાંતિ અમૃતિયાની ઇમેજ પ્રજાના નેતા તરીકેની છે. કાંતિ અમૃતિયા જાહેરમાં અને વ્યક્તિની સામે જે સત્ય હોય એ જ કહે છે. તેમની ઓળખ એક દબંગ નેતા તરીકેની છે. કોરોના કાળ દરમિયાન તેમણે કલેકટરને નબળી કામગીરી કરવાના કારણે જાહેરમાં ઠપકો આપ્યો હતો. લોકોના પ્રશ્ન સાંભળવા તેઓ સતત તૈયાર હોય છે. પાટીદાર આંદોલન વખ્તે જયારે લોકો ભાજપ વિરોધી હતા.એ સમયે પણ તેણે લોકોના વિચારોને બદલ્યા હતા. તાજેતરમાં તેમણે જિલ્લામાં કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લઈને પરિવારના માળા વીખી નાખ્યા હતા ત્યારે કોરોનામાં મૃત્યુ પામેલ દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વિના કાંતિ અમૃતિયા બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. તેઓ પોતે લોકોને બચાવવા માટે મચ્છુ નદીમાં ઉતર્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *