
બે અધિકારીઓ દ્રારા મૂલ્યાંકન….
રિપોર્ટ ,મયુર પટેલ
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર દ્રારા રાજ્યભરની મા.અને ઉ.મા શાળામાં પ્રાથમિક શાળાના ગુણોત્ત્સવની માફક મૂલ્યાંકનની કાર્યવાહીનો તારીખ ૨૧ થી ૨૨ દરમ્યાન થઈ રહ્યો છે.
નવસારી જિલ્લામાં વર્ગ-૨ અધિકારીઓ વિમલભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલ દ્રારા બી. એલ. પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવા ખાતે તારીખ ૨૧ અને ૨૨ તારીખ પ્રક્રિયા હાથ ધરાઈ જે અંતર્ગત શાળાના સમયપત્રકમાં કોઇપણ પ્રકારના ફેરફાર વગર વર્ગખંડ અવલોકન,સામાયિક કસોટી,વિષયને અનુરૂપ કાર્ય,વિદ્યાર્થીઓની વિષયની નોધ,સહશૈક્ષણિક પ્રવૃત્તિ, સંસાધનો અને તેના ઉપયોગ,શાળા વ્યવસ્થાપના ઉપચારાત્મકની ચકાસણી કરવામાં આવી. સરકારશ્રી દ્રારા નવતર રીતે હાથ ધરાયેલા આ મૂલ્યાંકન પ્રક્રિયા આવનાર દિવસોમાં માધ્યમિક ઉ.મા શિક્ષણમાં નવા પરિણામો આપશે. શાળા આચાર્ય સંજયસિંહ પરમાર દ્રારા આ પ્રક્રિયાને આવકારતા જણાવ્યું કે શિક્ષણવિભાગનો આ નિર્ણય ખૂબ સરાહનીય છે.ચકાસણી કરનાર અધિકારીઓ દ્રારા સમગ્ર પક્રિયાને ઓનલાઈનના માધ્યમથી મૂલ્યાંકન થઈ આગામી દિવસમાં રાજ્યમાં શાળાઓની ગુણવતાના પરિણામો જાણવા મળશે.આ એક્રેડિટેશન સમગ્ર રાજ્યની શાળામાં લાગુ પડનાર છે.
