સંત શ્રી ડાયારામ બાપાની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે નાનડિયા અને સોંદરડા ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન

ધ્વજારોહણ, મહાપ્રસાદ અને લોકડાયરા સહિત અનેકવિધ ભવ્ય કાર્યક્રમોને માણવા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ

 દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી ડાયારામ બાપાની ૧૩૪મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે નાનડિયા અને સોંદરડા ખાતે સંત શ્રી ડાયારામ આશ્રમમાં તારીખ ૨૫ ડિસેમ્બર, રવિવારના રોજ ધ્વજારોહણ, પાદુકા પૂજન, રથયાત્રા, મહાપ્રસાદ અને લોકડાયરા સહિત અનેકવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંત શ્રી ડાયારામ આશ્રમ નાનડિયા ખાતે સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી કાન્તીલાલ દેવજીભાઈ પરસાણીયા તથા સહપરિવારે ધર્મપ્રેમી જનતાને તમામ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

સોંદરડા અને નાનડિયા સ્થિત સંત શ્રી ડાયારામ આશ્રમ ખાતે સવારે ૮.૦૦ કલાકથી ધ્વજારોહણ, મહાપ્રસાદ, રથયાત્રા સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ડાયરાનું આયોજન છે. જેમાં નાનડિયા ખાતે અલ્પા પટેલ, હિતેશ અંટાળા, ઉમેશ બારોટ, ઉમેશ પરમાર અને સોંદરડા ખાતે વર્ષાબહેન પટેલ, વિજયભાઈ ગઢવી, ગીતાબહેન આહિર અને ભરતભાઈ બારોટ જેવા વિવિધ ખ્યાતનામ કલાકારો જનતાને લોકસાહિત્ય અને ભજનોનું રસપાન કરાવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *