
કોવિડની સારવારની વ્યવસ્થા અંગે સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અને આયોજન અંગે તાગ મેળવતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ




ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા. ૨૩ ડિસેમ્બર, શુક્રવારના રોજ ગાંધીનર ઉત્તર મતવિસ્તારના સક્રિય અને યુવા મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનભાઈ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં જ્યાં તેઓએ વર્તમાન આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી ફરજ પરના તબીબો સાથે આરોગ્ય વિષયક ચર્ચા કરી હતી. ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે કોવિડની સારવારની વ્યવસ્થા અંગે સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અને આયોજન વિશે તાગ મેળવ્યો હતો.
