ડાંગ જિલ્લાનો 47મુ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન વર્ષ-2022-23 યોજાશે

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ આહવા ખાતે ટેક્નોલોજી અને રમકડા આધારિત પ્રદર્શન યોજાશે

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત ડાંગ જિલ્લાનુ 47મુ મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડા આધારિત વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન વર્ષ- 2022-23, તા. 29 થી 31 ડિસેમ્બર 2022ના રોજ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ આહવા ખાતે યોજાનાર છે.

બાળ વૈજ્ઞાનિકોમા રહેલ સુષુપ્ત શક્તિઓ, કૌશલ્યો અને સંશોધન વૃતિને પ્રોત્સાહિત કરવા માટે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધઇ, જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ આહવા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહવા અને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ- આહવા સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાનાર છે. જેના મુખ્ય મહેમાન તરીકે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, ઉદ્ધાટક તરીકે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ તેમજ મુખ્ય મહેમાન તરીકે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેદ્રસિંહજી જાડેજા, અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ હાજર રહેશે.

આ સાથે જ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલમબેન ચોધરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વી.ડી.દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એન.કે.ઠાકરે, ભવનના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉત અને શાળાના આચાર્ય સોનલ મેકવાન સહીત અન્ય શિક્ષકો ઉપસ્થિત રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *