ગુજરાતમાં આજે પ્રજાની સરકાર એટલે કે ભાજપાની સરકાર છે. ખેડૂતો, ગરીબો, મહિલાઓ, યુવાનોની સરકાર છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આજથી ચૂંટણી પ્રચારના મેદાનમાં: અબડાસાના ભાજપા ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં જાહેર સભાને સંબોધી
- કોંગ્રેસ દિશાહીન નેતૃત્વ, અંદરોઅંદરની ખેંચતાણ અને જૂથવાદની ચરમસીમાને કારણે કોંગ્રેસમાં રહેલા સંનિષ્ઠ લોકો, પ્રજાસેવકો હવે હતાશ અને નિરાશ થઈને કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે, દેશભરમાં કોંગ્રેસ ધ્વસ્ત થઈ રહી છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- પ્રજાને તો કોંગ્રેસના નેતૃત્વ અને નીતિ ઉપર કોઈ જાતનો ભરોસો નથી જ રહ્યો પરંતુ હવે કોંગ્રેસના નેતાઓને જ કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કોંગ્રેસ હવે સમાપ્ત થવાના આરે છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- ગુજરાતમાં આજે પ્રજાની સરકાર એટલે કે ભાજપાની સરકાર છે. ખેડૂતો, ગરીબો, મહિલાઓ, યુવાનોની સરકાર છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- ‘ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે’ના સુત્ર સાથે રાજ્ય સરકારે ગુંડા એકટ લાવીને કાયદાઓને વધુ કડક કર્યા છે, ગેરકાયદે નાગરિકોની જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ લુખ્ખા તત્વોને બાનમાં લેવા માટે રાજ્ય સરકારે નવો કડક કાયદો બનાવ્યો છે.ગુજરાતની શાંતિ, સલામતી માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે -શ્રી વિજયભાઈ રૂપાણી
- કોરોના મહામારીકાળમાં જ્યારે ભાજપાના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા, અને હવે આજે કોંગ્રેસ ચૂંટણી ટાણે ઘેર ઘેર જઇને મત માંગવા નીકળી છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- કોંગ્રેસને ફક્ત પ્રજાના મતો માં જ રસ છે, પ્રજા માં કોઈ રસ નથી. મત લેવા વોટની રાજનીતિ કરી જ્ઞાતિ-જાતિમાં ઝઘડા કરાવી, સમાજો વચ્ચે વર્ગ-વિગ્રહ ઉભા કરાવી પોતાનો રાજકીય સ્વાર્થ સાધવો ફક્ત એ જ કોંગ્રેસનું કામ છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- જ્યારે કચ્છ સહિત ગુજરાતનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો ત્યારે 70 વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર યોજનાને કેમ લટકાવી રાખી?, સાત વર્ષો સુધી ડેમના દરવાજા લગાડવાની મંજુરી કેમ ન આપી? -શ્રી વિજયભાઈ રૂપાણી
- ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજુરી આપી તો કોંગ્રેસને આટલા વર્ષોથી આ પરવાનગી આપવા માટે કોણ રોકી રહ્યું હતું? -શ્રી વિજયભાઈ રૂપાણી
- કોંગ્રેસને ખેડૂતો વિશે કઈ બોલવાનો અધિકાર જ નથી, ખેડૂતોને ન તો પાણી આપ્યું, ન તો વીજળી આપી, નતો ખાતરની પૂરતી વ્યવસ્થા કરી,ન તો ટેકાના ભાવથી ખેડૂતોના પાકની ખરીદી કરી અને હવે જ્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો ખેડૂતોને વધુ સુખી સંપન્ન બનાવવા માટે ખેડૂતો માટે ઐતિહાસીક નિર્ણયો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહી છે. -શ્રી વિજયભાઈ રૂપાણી
- હું અબડાસાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને ભવ્ય લીડથી વિજયી બનાવવા અબડાસાની જનતાને અપીલ કરવા આવ્યો છું. -શ્રી વિજયભાઈ રૂપાણી
- આઠેય વિધાનસભા પેટા ચૂંટણીઓનાં મતક્ષેત્રની જનતા ગુજરાતને વધુ સુખી, સંપન્ન,દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવા ભાજપાના તમામ ઉમેદવારોને વિજયી બનાવી સરકારને વધુ મજબૂતી પ્રદાન કરી પોતાનું યોગદાન આપે. -શ્રી વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અબડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ભાજપાના ઉમેદવારશ્રી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી દિલીપસિંહ ઠાકોર, શ્રી વાસણભાઈ આહિર, પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ, પ્રદેશ મંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, સંસદ સભ્યશ્રીઓ શ્રી પરબતભાઇ પટેલ, શ્રી નરહરિભાઇ અમીન, શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યશ્રીઓ, GIDCના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, ભાજપા અગ્રણીશ્રીઓ, સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારોશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનું આજે છઠ્ઠું નોરતું છે, માં કાત્યાયનીની આરાધનાનું નોરતું છે, હું આજે માં આશાપુરાના, માં ચેહરના સાનિધ્યમાં આવ્યો છું અને પ્રથમ જાહેર સભાને અબડાસાની પવિત્ર ધરતી ઉપરથી સંબોધન કરી રહ્યો છું ત્યારે આવો આપણે સૌ પ્રાર્થના કરીએ કે ભય, રોગ, સંતાપ દૂર થાય, આસુરી શક્તિનો નાશ થાય, સત્યનો વિજય થાય.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ સાબિત થઈ છે, કોંગ્રેસમાં રહેલા સંનિષ્ઠ લોકો, પ્રજાસેવકો કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી તીવ્ર આંતરિક જૂથબંધીને કારણે હતાશ થઇને કોંગ્રેસ સાથેથી પોતાનો છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસમાં રહીને હવે જનતાના કામ નહીં થઈ શકે તેઓ ભાવ કોંગ્રેસના જનપ્રતિનિધિઓમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. ફક્ત ગુજરાતમાં જ નહીં દેશમાં ઠેર ઠેર કોંગ્રેસ તૂટી રહી છે, તાજેતરમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ૨૩ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડયો, રાજસ્થાનમાં સચિન પાયલટ જેવા મોટા નેતા પણ કોંગ્રેસ છોડવાના આરે આવી ચૂક્યા હતા, કોંગ્રેસના કહેવાતા મોટા 23 નેતાઓએ લખીને મોવડીમંડળ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, અત્યાર સુધી કોંગ્રેસના ૭૦ વખત ભાગલા પડી ચૂક્યા છે. કોંગ્રેસ દિશાહીન નેતૃત્વ, અંદરોઅંદરની ખેંચતાણ અને જૂથવાદ ની ચરમસીમાને કારણે દેશભરમાં ધ્વસ્ત થઈ રહી છે. પ્રજાને તો કોંગ્રેસના નેતૃત્વ અને નીતિ ઉપર કોઈ જાતનો ભરોસો નથી જ રહ્યો પરંતુ હવે કોંગ્રેસના નેતાઓને જ કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કોંગ્રેસ હવે સમાપ્ત થવાના આરે છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે પ્રજાની સરકાર એટલે કે ભાજપાની સરકાર છે, ખેડૂતો, ગરીબો, મહિલાઓ, યુવાનોની સરકાર છે. રાજ્યની ભાજપ સરકારે રાજ્યમાં વસતા દરેક વર્ગો માટે અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકી છે, ગુજરાતની શાંતિ, સલામતી માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે. ‘ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે’ના સુત્ર સાથે રાજ્ય સરકારે ગુંડા એકટ લાવીને કાયદાઓને વધુ કડક કર્યા છે, ગેરકાયદે નાગરિકોની જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ લુખ્ખા તત્વોને બાનમાં લેવા માટે રાજ્ય સરકારે નવો કડક કાયદો બનાવ્યો છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીકાળમાં જ્યારે ભાજપાના કાર્યકર્તાઓ અને સરકાર જનતાની સેવામાં ખડેપગે હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા, અને હવે આજે કોંગ્રેસ ચૂંટણી ટાણે ઘેર ઘેર જઇને મત માંગવા નીકળી છે. કોંગ્રેસને ફક્ત પ્રજાના મતો માં જ રસ છે, પ્રજા માં કોઈ રસ નથી. મત લેવા વોટની રાજનીતિ કરી જ્ઞાતિ-જાતિમાં ઝઘડા કરાવી, સમાજો વચ્ચે વર્ગ-વિગ્રહ ઉભા કરાવી પોતાનો રાજકીય સ્વાર્થ સાધવો ફક્ત એ જ કોંગ્રેસનું કામ છે. પ્રજા બધું જાણે છે એટલે આ પેટાચૂંટણીમાં પ્રજા કોંગ્રેસને જાકારો આપશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસે મુસલમાનોનો ફક્ત વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, તેમના માટે કાંઈ કર્યું નથી, અબડાસાનો મુસ્લિમ સમાજ પણ આ બાબત સુપેરે સમજી ગયો છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યારે કચ્છ સહિત ગુજરાતનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો ત્યારે 70 વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર યોજનાને કેમ લટકાવી રાખી, સાત વર્ષો સુધી ડેમના દરવાજા લગાડવાની મંજુરી કેમ ન આપી?, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજુરી આપી તો કોંગ્રેસને આટલા વર્ષોથી આ પરવાનગી આપવા માટે કોણ રોકી રહ્યું હતું? આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાની નર્મદા ડેમ યોજના પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે જ આજે મા નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા છે. કચ્છને પાણીદાર બનાવવા ભાજપા સરકાર કટિબદ્ધ છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને ખેડૂતો વિશે કઈ બોલવાનો અધિકાર જ નથી, ખેડૂતોને ન તો પાણી આપ્યું, ન તો વીજળી આપી, નતો ખાતરની પૂરતી વ્યવસ્થા કરી,ન તો ટેકાના ભાવથી ખેડૂતોના પાકની ખરીદી કરી અને હવે જ્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો ખેડૂતોને વધુ સુખી સંપન્ન બનાવવા માટે ખેડૂતો માટે ઐતિહાસીક નિર્ણયો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૫ હજાર કરોડથી વધુની ખેત પેદાશોની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદની ચિંતા પણ સરકારે કરી છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ વધુ ૫૦ લાખ નાગરિકોને સમાવેશ કરી રાહત દરે અનાજ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે હું અબડાસાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને ભવ્ય લીડથી વિજયી બનાવવા અબડાસાની જનતાને અપીલ કરવા આવ્યો છું, કોંગ્રેસને આ ચૂંટણીમાં પરાજિત કરી તેની કમરને છેલ્લો ખીલો ઠોકવાનો સમય આવી ચુક્યો છે ત્યારે આઠેય વિધાનસભા પેટા ચૂંટણીઓનાં મતક્ષેત્રની જનતા ગુજરાતને વધુ સુખી, સંપન્ન,દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવા ભાજપાના તમામ ઉમેદવારોને વિજયી બનાવી સરકારને વધુ મજબૂતી પ્રદાન કરી પોતાનું યોગદાન આપે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અબડાસા ખાતે સામાજિક અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ સાથે પણ મહત્વની ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી.



