નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને નિયમિત નિઃશુલ્ક હોમિયોપેથિક દવાઓ આપવામાં આવે છે.

રિપોર્ટ -ડેવિડ પટેલ -ઉત્તર ગુજરાત ચીફ બ્યુરો

રોટરી ક્લબ વિસનગર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનો લાભ વિસનગર ના નાગરિકો બહોળી સંખ્યામાં દરરોજ લઈ રહ્યા છે આ પ્રસંગે સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા તારીખ 30/૧૨/૨૦૨૨ ના શુક્રવાર ના રોજ નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં સાંધાના દુખાવા, અનિન્દ્રા, પેટની સમસ્યાઓ, ચામડીના રોગો, તેમજ અન્ય રોગોથી પીડિત 150 થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જેમને હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં 80 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું  આ કેમ્પમાં હોમિયોપેથિક કોલેજ ના પ્રિન્સિપાલ, ટીચિંગ સ્ટાફ, ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી.

આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ રોટરી ક્લબના હોદેદારો તેમજ વિસનગર ગામના અગ્રણીઓએ સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી, ડોકટર્સ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો.   

અત્રે ઉલ્લેખનીય છે કે નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને નિયમિત નિઃશુલ્ક હોમિયોપેથિક દવાઓ આપવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *