સ્પીપામાં કેન્દ્રિય સેવાઓના સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષનો સમાપન સમારોહ યોજાયો

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, (સ્પીપા) જે ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે. જ્યાં કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ માટેના સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષનું પ્રથમ વખત આયોજન થયું હતું.

તા.૩૦/૧૨/૨૦૨૨ના રોજ આયોજિત કેન્દ્રિય સેવાઓના સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે LBSNAAના ડાયરેક્ટરશ્રી શ્રીનિવાસ આર. કતિકિથલા (IAS), સ્પીપાના મહાનિર્દેશક શ્રી આર.સી.મીના (IAS), નાયબ મહાનિર્દેશક શ્રી પ્રભાવ જોષી (IAS) તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્પીપાની કોર્ષ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી આર.સી. મીનાએ તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે તા.૧૯/૦૯/૨૦૨૨થી ૩૦/૧૨/૨૦૨૨ સુધીના ૧૫ અઠવાડિયા સુધી યોજાયેલ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષના આયોજનની વિસ્તૃત ઝાંખી આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પ્રકારના અભ્યાસક્રમોનું આયોજન અને અમલીકરણ એ એક પડકારજનક કાર્ય છે. પરંતુ સ્પીપાની ટીમ દ્વારા આ પડકારને ન કેવળ સ્વીકારાયો પરંતુ સ્પીપાના ઈતિહાસમાં પ્રથમ વખત આ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષને સફળતાપૂર્વક પૂર્ણ પણ કરવામાં આવ્યો. તેમણે સ્પીપા, અમદાવાદ ખાતે આ પ્રકારના કોર્ષને આયોજીત કરવા માટેના વિશ્વાસ અને તક આપવા બદલ LBSNAAના ડાયરેક્ટરશ્રીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષના ભાગ રૂપે કલાસરૂમના સેશન વિલેજ વીજીટ, હિમાલયન ટ્રેક, રમતગમતની પ્રવૃત્તિઓ વગેરે જેવા વ્યાપક અભ્યાસક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

LBSNAAના ડાયરેક્ટરશ્રી શ્રીનિવાસ આર. કતિકિથલા (IAS)એ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન “મિશન કર્મયોગી”નો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ વિઝન અનુસાર તાલીમાર્થી અધિકારીઓની ક્ષમતાઓનું નિર્માણ (કેપેસીટી બિલ્ડીંગ) કરવા ઉપરાંત ભારત સરકારમાં વિવિધ મુખ્ય હોદ્દાઓ પર અન્ય કેન્દ્રીય સેવાના અધિકારીઓની મહત્વની ભૂમિકા સમજાવવા પર ભાર અપાયો હતો. શ્રી શ્રીનિવાસ આર. કતિકિથલાએ આવા પ્રકારના વિશિષ્ટ ફાઉન્ડેશન કોર્ષ માટે સ્પીપા દ્વારા પૂરા પાડવામાં આવેલ પ્લેટફોર્મની પ્રસંશા કરી હતી. તેમણે અમૃતકાળમાં તાલીમાર્થી અધિકારીઓને નાગરિક-કેન્દ્રી વહીવટ, વર્કપ્રોફાઇલનું ડી- સાઇલોઝેશન અને નીતિ નિર્માણમાં વધુ સહભાગી ભૂમિકા વિશે વિચારવા અને અભિગમ કેળવવા પ્રેરિત કર્યા હતા. આ અવસરે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષના તાલીમાર્થી અધિકારીઓને મહાનુભાવોના હસ્તે ડાયરેક્ટર જનરલ મેડલ, એસ્પ્રિંટ ડી કોર્પ્સ એવોર્ડ, સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓ માટેના એવોર્ડ અને શૈક્ષણિક પુરસ્કારો સહિતના વિવિધ પુરસ્કારો, ચંદ્રકો અને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

અંતમાં, તાલીમાર્થી અધિકારીઓએ સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્ષ વિશે તેમના અનુભવો પ્રસ્તુત કર્યા હતા અને સ્પીપાના મહાનિર્દેશકશ્રીના માર્ગદર્શન અને વિઝન હેઠળ પરિપૂર્ણ થયેલ આ સમગ્ર કોર્ષના સૂચારૂ સંચાલન બદલ સ્પીપાની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM