અંકલેશ્વર એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ત્રિ – દિવસીય ઔધોગિક પ્રદર્શનનું આયોજન

8 ડોમ માં નાના મોટા મળીને 300 વધારે સ્ટોલ થકી મુલાકાતીઓ એક્ઝિબિશન નિહાળશે

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો 13 મો ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો તારીખ 5 થી 7 જાન્યુઆરી 2023 દરમ્યાન ડી . એ . આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ , જીઆઇડીસી ખાતે યોજાશે. 1,5૦,૦૦૦ સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં નાના – મોટા થઇને 300 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ એકઝીબીશન સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.એકઝીબીશન નું ઉદ્ઘાટન ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા હસ્તે કરવામાં આવશે, આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેર પણ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત સમારંભ દરમ્યાન એઆઈએ આનંદપુરા ટ્રોફી વિતરણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવેશે.
જેમાં માઇક્રો, સ્મોલ , મીડીયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટો માંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતા માં વિજેતા થયેલ તમામ ને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.
એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ , કેમિકલ્સ , પેટ્રોકેમિકલ્સ , પોલીમર્સ , એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ , એન્જીનીયરીંગ , ટુલ્સ એન્ડ મશીનરી , પ્રોસેસ કન્ટ્રોલ , પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ , ઇલેકટ્રીકલ્સ , ઇલેકટ્રોનીકસ સહિતનાં ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે વાપી , વટવા , નંદેસરી , દહેજ , ઝઘડીયા , પાનોલી , નરોડા , ભાવનગર , ઓઢવ , સાયખા , વિલાયત તેમજ આસપાસ ના રાજયો માંથી પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે તેમ જાણવા મળ્યુ છે.
એકઝીબીશન માં ભાગ લેતા તમામ મુલાકાતીઓ માટે ઓન લાઇન વીઝીટર્સ રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી તમામ મુલાકાતીઓને આ કોન્ટેક્ટલેસ પ્રક્રિયાને અનુસરવા પ્રોજેક્ટ ચેરમેન પ્રવિણ તેરૈયા એ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.આ પત્રકાર પરિષદમાં એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી,મહામંત્રી ડો.વલ્લભ ચાંગાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM