વેસ્ટ ઝોન પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2022 મા ગુજરાતના વિદ્યાર્થીઓ ઝળક્યા.

બે વિદ્યાર્થીઓને સિલ્વર અને ત્રણ વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ” ખેલો ઇન્ડિયા ” અભિયાનને આગળ વધારવા માટે અમદાવાદ પશ્ચિમના સાંસદ અને લોકસભાના પેનલ સ્પીકર શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના ચીફ પેટર્નના વડપણ હેઠળ ઈન્ડીયન પેનકેક સિલાટ ફેડરેશન રમત ગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ઇન્ડોનેશિયાની માર્શલ આર્ટનું એક સ્વરૂપ પેનકેક સિલાટ રમત જે રમત ભારત સરકારના રમત ગમત મંત્રાલય હેઠળ માન્યતા પ્રાપ્ત છે તદ્ ઉપરાંત એશિયન ગેમ્સ, સાંઈ, ઓલ ઇન્ડિયા પોલિસ સ્પોર્ટ્સ,અશોશીએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટી સંલગ્ન છે.
ઇન્ડિયન પેનકેક સિલાટ ફેડરેશનના ઉપક્રમે “વેસ્ટ ઝોન પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2022 ” નુ દમણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કુલ પાંચ રમતવીરો એ ગુજરાત પેનકેક સિલાટના મહામંત્રી શ્રીમતી ટીના ક્રિષ્ના દાસના સુંદર માર્ગદર્શન હેઠળ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
વેસ્ટ ઝોન પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2022 ની વેસ્ટ ઝોન સ્પર્ધામાં કુલ સાત રાજ્યો એ ભાગ લીધો હતો જેમાં અનુક્રમે મહારાષ્ટ્ર,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ગુજરાત ,દિવ દમણ, દાદરા નગર હવેલી, ગોવા રાજ્યોના 300 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાંથી વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ બાળકોએ પણ મેડલ પ્રાપ્ત કર્યા હતા જે પૈકી પ્રી ટીન જુનિયર સ્પર્ધામાં
અબ્દુલ્લા ખાનએ
21 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ, અવ્યક્ત રાયથ્થાને 20 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ , તેમજ જુનિયર સ્પર્ધામાં અમ્મર ભાનપુરાવાલાને
42 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ,ઓપન કેટેગરીમાં અકલીમ ખાનને
46 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ, લવિના શિવનાની 43 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.
ગુજરાત પેનકેક સિલાટના અધ્યક્ષ અરુણકુમાર સાધુ એ વિજેતા બનેલા તમામ રમતવીરોને બિરદાવતા જણાવ્યું હતું કે સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકીના રમતોને પ્રોત્સાહન આપવાના ઉત્તમ પ્રયાસોના પરિણામે ગુજરાતનાં વિધાર્થીઓ આજે આ ઝળહળતી સફળતા મેળવી શક્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *