પાટણ લોકસભા દ્વારા આયોજિત જિલ્લા સાંસદ ખેલ મહોત્સવ–2025નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ અને ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં APMC હોલ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો

પાટણ લોકસભા દ્વારા આયોજિત જિલ્લા સાંસદ ખેલ મહોત્સવ–2025નું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ અને ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં APMC હોલ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં શ્રી ભરતસિંહ ડાભી, ‌શ્રીમતી રમીલાબેન બારા, ‌હેતલબેન ઠાકોર, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી ‌લવિંગજી ઠાકોર, ‌‌શ્રી કે સી પટેલ, હિરલબેન પરમાર, ‌શ્રી મોહનભાઈ પટેલ, ‌શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ રમતગમત અધિકારી, શિક્ષણ અધિકારી અને ભાજપ સંગઠનના વિવિધ હોદેદારો તેમજ મોટી સંખ્યામા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા.

આ‌ કાર્યક્રમ દરમિયાન વિજેતા ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ખેલ મહોત્સવથી જિલ્લામાં રમતગમત સંસ્કૃતિને વેગ મળ્યો છે.

રમતગમત શારીરિક તંદુરસ્તી સાથે શિસ્ત, ટીમભાવના અને નેતૃત્વ વિકસાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “ખેલો ઈન્ડિયા” વિઝન મુજબ આવા ખેલ મહોત્સવો યુવા શક્તિને સકારાત્મક દિશામાં આગળ વધારે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *