ભચાઉ તાલુકાનાં સામખીયાળી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બયુલન્સ  ફાળવવામાં આવેલ

ગાંધીધામ મતવિસ્તારનાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ની વર્ષ ૨૦૨૧-૨૨ ની સ્થાનિક અગ્રતા ધરાવતા સામુહિક વિકાસની ગ્રાન્ટમાંથી ભચાઉ તાલુકાનાં સામખીયાળી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બયુલન્સ  ફાળવવામાં આવેલ જેનો લોકાર્પણનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવેલ. આ પ્રસંગે એમ્બયુલન્સ વાહનની ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી તથા આરોગ્ય અધિકારીશ્રી અને હાજર રહેલ મહાનુભવો તરફથી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવી હતી. આ વાહનની ફાળવણી થી ગ્રામજનો તથા આસપાસના વિસ્તારો માટે તબીબી સુવિધામાં વધારો થશે એવી લાગણી સાથે ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગાંધીધામ-ભચાઉ ના લોકપ્રિય ધારાસભ્યશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ તથા સૌનો વિશ્વાસ સાથે લોકોને સરકાર તરફથી દેશનાં છેવાળાના વિસ્તારમાં, નાનામાં નાના માણસ સુધી તમામ યોજનાઓ નો લાભ મળે તે માટે કટિબધ્ધ છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, ભાજપ જીલ્લા પદાધિકારી શ્રી વિકાસભાઈ રાજગોર, ચુંટાયેલા પદાધિકારીઓ, તથા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *