વિસનગરમાં નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રેરણા અને કુશળ નેતૃત્વ હેઠળ સંચાલિત નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ધ્વારા શૂકન બંગ્લોઝ વિસનગરમાં તારીખ ૦૪/0૧/૨૦૨૩બુધવારના રોજ નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ૪૩ દર્દીઓએ લાભ લીધો હતો. જેમને હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં ૧૦ દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડે પગે સેવા આપવામાં આવી હતી. આ નિઃશુલ્ક સફળ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પના આયોજન બદલ શૂકન બંગ્લોઝ વિસનગરના પ્રમુખશ્રી તેમજ શૂકન બંગ્લોઝ વિસનગરના અગ્રણીઓ તરફથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *