શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીએ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં જાહેર સભા સંબોધી

શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીએ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી બ્રિજેશભાઈ મેરજા, લીંબડી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા, ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામભાઇ પરમાર તેમજ કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી અક્ષયભાઈ પટેલના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધી હતી. જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશના આગેવાનશ્રીઓ, વિધાનસભા બેઠકોના ઇન્ચાર્જશ્રીઓ, ભાજપા અગ્રણીશ્રીઓ, સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ, ભાજપા સમર્થકો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે નવરાત્રીનું સાતમું નોરતું છે, માં અંબાના ‘કાલરાત્રી’ સ્વરૂપની આરાધનાનો એટલે કે દાનવરૂપી કુનીતિઓના સંહાર કરવાનો અને સત્યનો વિજયને સુનિશ્ચિત કરવાનો દિવસ છે ત્યારે હું સૌભાગ્યવાન છું કે આજના પવિત્ર દિવસે વર્ષો સુધી દેશને લૂંટનારી, ગુજરાત જેવા પ્રગતિશીલ પ્રદેશના વિકાસને રોકવાના ષડ્યંત્રો રચનારી કોંગ્રેસ વિરુદ્ધ શંખનાદ કરવાનો અને ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત આવવાનો અવસર મળ્યો છે. હું સાંસદ અમેઠીની છું, પણ દીકરી અને વહુ તો ગુજરાતની જ છું. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા રાષ્ટ્રના નવનિર્માણની સંકલ્પના સાથે બુથ બુથ પર જઈને સંગઠનને સશક્ત કરે છે, ભાજપાના રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓના ચરણોમાં શીશ ઝુકાવી તેમને વંદન કરું છું.
શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, ભાજપામાં નેતૃત્વ વ્યક્તિના પુરુષાર્થ ઉપર નિર્ભર છે, કોંગ્રેસની જેમ વ્યક્તિ કયા પરિવારમાં જન્મ્યો છે તેના પર નહીં. આજે દેશના કરોડો નાગરિકો સ્વીકારે છે કે, એક ગરીબ પરિવારમાં જન્મેલ વ્યક્તિ એટલે કે આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પુરુષાર્થ અને ક્ષમતાને કારણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે પ્રદેશનો સર્વાંગી વિકાસ કર્યો અને આજે પ્રધાનસેવક તરીકે રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહયા છે. સમગ્ર દેશ આજે તેમના નેતૃત્વ ઉપર ગૌરવ કરી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે પૂછવું છે, શું કોઈ એક પરિવારના સદસ્ય જ તમારા નેતા છે? કોંગ્રેસ હવે ડૂબતું નાવ છે, જેમનું પોતાનું અસ્તિત્વ જોખમમાં છે તે શું જનતાનું ભલું કરી શકશે?શ્રી સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ પાર્ટી જ છે કે જેણે, વર્ષો સુધી માં નર્મદાના આશીર્વાદ ગુજરાતના ખેડૂતો સુધી પહોંચવા ન દીધા. જે કોંગ્રેસ વર્ષો સુધી શાશન કરીને પણ દેશમાં શૌચાલયો ન બનાવી શકી, ગેસ કનેક્શન ન આપી શકી, દેશના નાગરિકોને બેંક સાથે ન જોડી શકી, ખેડૂતો માટે પૂરતી વીજળી, પાણીની વ્યવસ્થા ન કરી શકી, શુ તે કોંગ્રેસ જનતાનું ભલું કરશે?, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ગરીબ માતાઓ, બહેનો માટે 11 કરોડથી પણ વધુ શૌચાલયો બનાવી તેમના આત્મસન્માનનું રક્ષણ કર્યું છે, 8 કરોડથી વધુ મહિલાઓને ગેસ કનેક્શન આપીને તેમના રસોડામાંથી ધુમાડો દૂર કર્યો છે, જનધન યોજના હેઠળ દેશના 40 કરોડ નાગરિકોએ પ્રથમ વખત બેંકમાં ખાતા ખોલાવ્યા છે અને આજે દિલ્હીની તિજોરીમાંથી આવતી તેમની સહાય તેમને સંપૂર્ણ રીતે સીધી તેમના બેન્ક ખાતામાં મળી રહી છે, અગાઉ કોંગ્રેસના ટોચના નેતાઓ જ કહેતા અમે 1 રૂપિયો મોકલીએ છીએ તો લાભાર્થીને 10 પૈસા જ મળે છે, આજે એ યુગનો અંત આવ્યો છે. કોરોના મહામારીકાળમાં પણ કેન્દ્ર સરકારે 20 કરોડ જનધન ખાતા ધારક મહિલાઓને તેમના ખાતામાં 3 મહિના સુધી સીધી આર્થિક સહાય પુરી પાડી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને 0% વ્યાજે 1 લાખની લોનની યોજના અમલમાં મૂકી છે.
શ્રી સ્મૃતિ ઈરાનીજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડૂતોનો ફક્ત વોટબેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, ખેડૂતો માટે ક્યારેય કોઈ નક્કર કામ કર્યું નથી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતહિત માટે અમલમાં મુકાવા જઈ રહેલા ઐતિહાસિક કૃષિ સુધારાઓ વિષે સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના મુખ્ય નેતા અને અમેઠીના પૂર્વ સાંસદ શ્રી રાહુલ ગાંધી ક્યાં હતા?શ્રી સ્મૃતિ ઈરાનીજીએ જણાવ્યું હતું કે, આજે દેશ એક બનીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કોરોના સામે જંગ લડી રહ્યો છે, કોરોનાને નાથવાના ભાગરૂપે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જે પગલાઓ ભરવામાં આવ્યા છે, તેની વિશ્વમાં ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં મહામારીના સંદર્ભમાં અનેક સૂચક પગલાં ભરવામાં આવ્યા છે.તેમ છતાય શું ક્યારેય કોંગ્રેસે ભારતની શાન અને ગુજરાતની આનમાં વધારો કરતો એક પણ સકારાત્મક શબ્દ કહ્યો? સ્થાનિક ગરીબ કે જરૂરિયાતમંદ હોય, કે પછી પ્રવાસી શ્રમિક હોય ભાજપાના કાર્યકર્તાઓ લોકડાઉનના સમયે તેમના માટે ખડે પગે રહ્યા છે, ત્યારે તો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ક્યાંય જનતા વચ્ચે દેખાયા નથી, અને હવે મત માંગવા નીકળ્યા છે.શ્રીમતી સ્મૃતિ ઇરાનીજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી અયોધ્યા શ્રી રામ જન્મભૂમિના વિષયમાં ”મંદિર વહી બનાયેંગે, પર તારીખ નહિ બતાયેંગે” કહીને ભાજપા કાર્યકર્તાઓ સહિત કરોડો નાગરિકોની આસ્થાની મજાક ઉડાવી, પરંતું સત્ય કયારેય પરાજીત થતું નથી, કોંગ્રેસ મજાક ઉડાવતી રહી અને દેશમાં એક ગરીબ માં ની કુખેથી જન્મેલા અને પોતાની ક્ષમતા પુરવાર કરીને દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરી રહેલા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કલમ 370 અને 35aને જમ્મુ-કાશ્મીરમાંથી હટાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશમાં ‘એક સંવિધાન-એક ધ્વજ’ પ્રસ્થાપિત કર્યું. કોંગ્રેસ દેશને ઇરાદાપૂર્વક વર્ષો સુધી ખંડિત રાખવાનો પ્રયાસ કર્યો. પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે કોંગ્રેસે ભારતીય સેનાના પરાક્રમ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક પર પણ સવાલો ઉભા કર્યા. કોંગ્રેસે દેશને બદનામ કરવાનું અને દેશમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવાનું દુ:સાહસ કર્યું છે.શ્રીમતી સ્મૃતિ ઈરાનીજીએ “તીન તારીખ કો, પોલિંગ બૂથ મેં અવશ્ય જાયેં, કમલ કા બટન દબાયે, ભાજપા કો જીતાયે, અપને પરિવાર કા ભવિષ્ય ઉજ્જવલ ઔર સુરક્ષિત બનાયે” કહીને જનતાને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી, આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારો વિજયી બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો
. રિપોર્ટ મહેશ ડી સિંધવ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *