અંકલેશ્વર ના પુરુસોત્તમ બાગ સામે ના મેદાન માં ગીતા જયંતિ નિમિતે શૌર્ય યાત્રા નું આયોજન કરાયું

વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગદળ અંકલેશ્વર પ્રખંડ અને ,આરઆરએસ દ્વારા આયોજન કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર પુરુસોત્તમ બાગ સામે આવેલ મેદાન માં ગીતા જયંતિ નિમિતે વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગ દળ અંકલેશ્વર પ્રખંડ અને આરઆરએસ દ્વારા શૌર્યયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું . ગીતા જયંતિ નિમિતે અંકલેશ્વર પ્રખંડ વિશ્વ હિન્દૂ પરિષદ ,બજરંગદળ અને આરઆરએસ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ના પુરુસોત્તમ બાગ સામે આવેલ વિશાળ મેદાન માં શૌર્ય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં હજાત ગામ પાસે ના પૌરાણિક બલબલાકુંડ ભરૂડી ના મહંત રાજરાજેશ્વરગીરી અને ભરૂચ ના મુક્તાનંદ સ્વામી વિશ્વ હિન્દૂ પરિષદ ના જિલ્લા મંત્રી અજય મિશ્રા ,દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યકારી સબ્ય દુષ્યંતસિંહ ,જીતુ ગોસ્વામી ,બજરંગદળ સંયોજક દિપક પાલીવાલ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .આ શૌર્ય સભા માં યુવાનો ને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી સાથે સંગઠન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ,આ કાર્યક્રમ માં સૌ એ સંતો ના આશીર્વચન મેળવ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *