ડાંગની 318 બાળકોને દફતર વિતરણ કરાયા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગુજરાતનાં સંત પૂ.શ્રી મોટાની 125મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે શ્રી હરિ:ઓમ સત્સંગ મંડળ, અમદાવાદ દ્વારા વિનામૂલ્યે ડાંગના આહવા, સુબીર, વધઈ તાલુકાના ઘો.1થી 8ની પ્રાથમિક શાળાના અનાથ/ સિંગલ પેરેન્ટ/ ઝીરો ધરાવતા 318થી વઘુ બાળકોને દફતર વિતરણ આંબાપાડા પ્રાથમિક શાળા માં તા.10/1/23ના રોજ કરાયા.
ડાંગ જિલ્લાના આહવા, સુબીર, તાલુકાની એક થી આઠ ધોરણમાં ભણતા પ્રાથમિક શાળાના અનાથ/ સિંગલ પેરેન્ટ/ ઝીરો ધરાવતા 278 બાળકોને ડાંગ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્ર ઠાકરેની ઉપસ્થિતિમાં 207 બાળકોને આંબાપાડા પ્રાથમિક શાળા, આહવા ખાતે 10.30 કલાકે આહવા તાલુકાના બી.આર.સી શ્રીકનેકસિંહ જાદવના નૈતૃત્વમાં દફતર વિતરણ થયા. આ કાર્યક્રમમાં આહવા નગરના સંરપચશ્રી હરિચંદ ભોયે, શ્રી હરિ:ઓમ સત્સંગ મંડળ, અમદાવાદના મંત્રીશ્રી નીતિનભાઈ રામી, સંયુક્ત મંત્રીશ્રી રજની પટેલ, અને સંનિષ્ઠ કાર્યકર યોગશ શાહ, આહવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ ગાયકવાડ, શિક્ષિકા હેતલબેન, ભીખાભાઇ, ડાંગ કલા મંડળના શ્રી ગૌરવ કુમાર કટારે, તથા તમામ સી.આર.સી., વાલીઓ, લાભાર્થી વિધાર્થી ખાસ ઉપસ્થિત રહી કાયૅક્રમની શોભા વધારી હતી.
જયારે વઘઈ તાલુકાના 72 જેટલા બાળકી માટેનો કાર્યક્રમ વધઈ ખાતે વધઈના બી.આર.સી. શ્રી કલ્પેશ બારોટના નેતૃત્વમાં વિતરણ થયા. કલાકે તમામ સી.આર.સી, શિક્ષકો, વાલી તથા બાળકોની ઉપસ્થિતિમાં યોજાયો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *