રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો અને વ્યક્તિ વિશેષના સન્માન સાથે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૦ :રાજયના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ તાલુકા મથકે, સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમા તા.૨૬મી જાન્યુઆરી-પ્રજાસત્તાક પર્વ ૨૦૨૩ની ગરિમાપૂર્ણ ઉજવણી કરાશે.
ડાંગ જિલ્લામા જિલ્લા કક્ષાના કાર્યક્ર્મ સહિત આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ કોટબા ગામે, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ ગિરમાળ ગામે યોજવા માટે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કરતા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ, ગણતંત્ર દિવસની પૂર્ણ આન, બાન, અને શાન સાથે ગરિમાપુર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમને સમયસર આખરી ઓપ આપવાની સૂચના આપી હતી.
સંબંધિત જિલ્લા અધિકારીઓને આ કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિસ્ઠા સાથે સુપેરે બજાવવાની તાકીદ કરતા કલેક્ટરશ્રીએ કાર્યક્રમનુ મિનિટ ટુ મિનિટ રીહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવના આગમન સંબંધિત વ્યવસ્થાઓ, વિગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, અને નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ પણ ઉપયોગી સૂચનો કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવીતે, વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વની આ બેઠકમા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી-વ-નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી, પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી.તબીયાડ, ડિઝાસ્ટર મામલતદાર-વ-ચિટ્નીશ શ્રી અર્જુનસિંહજી ચાવડા, કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર.પટેલ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *