ગતિશીલ ગુજરાત અને સંવેદનશીલ સરકાર ને મજબુત બનાવીએ
ચૂંટણી નો માહોલ અને કોરોના ના કહેર વચ્ચે આપણે લોકશાહી ના યજ્ઞ માં આહુતિ આપવાની છે.ત્યારે આપણે આપણા પ્રધાનસેવક ને સાથ આપી વધુ મજબુત બનાવીએ.ભારતીય જનતા પાર્ટી ના વિચારો અને રાષ્ટ્ર ને સમર્પિત વિચારધારા ને આગળ લેવા ના કાર્યો કરીયે અને દેશ ને આગળ વધારીએ

અમુક મિત્રો આવું પ્રશ્ન કરતા હોય છે.કે ભાજપ જ કેમ.. ?? ત્યારે સરકાર ની યોજનાઓ અને છેવાડે રહેતા લોકો ના વિકાસ ને જોઇયે તોજ સમજાય કે આપણો પવિત્ર મત ભાજપ ને જ આપીએકોરોના ના કાળ માં મધ્યમ અને ગરીબ વર્ગ જ્યારે તકલીફ માં પડ્યો ત્યારે સરકારે અનાજ વિતરણ કરી લોકોના ખાતાઓમાં સીધી સહાય આપી ઉપયોગી થવાની સાથે કોવિડ-19 ના સંક્રમણ થી રક્ષણ આપવાનું ગુજરાતની ભાજપ સરકારે અને કેન્દ્ર ની ભાજપ સરકારે પૂરતા પ્રયાસો કર્યા ..નાના- નાના વેપારીઓના વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુદ લોકોને આહવાન કરી “લોકલ ફોર વોકલ ” નું સૂત્ર આપી સ્થાનિક રોજગારી ને વધુ ને વધુ ઉપયોગી થવાની કોશિશ કરી ત્યારે અચુક એવું લાગે કે સરકાર તો કામ કરે છે.અને લોકો સુધી પોતાની સેવાઓ પહોંચે ત્યાં સુધી છેવાડા ના લોકો ની ચિંતા પણ કરે છે.વડાપ્રધાન પણ પ્રધાનસેવક બની મન કી બાત દ્વારા જન- જન સુધી પોહોંચવાનો પ્રયાસ કરે છે.ચૂંટણી ના સમયે પોતાના મેનિફેસ્ટો માં આપેલા વાયદાઓ માં અડગ રહેલી ભારતીય જનતા પાર્ટી એ પોતાના વાયદાઓ પૂર્ણ કરવામાં સફળ રહી છે માત્ર સત્તા માટે નહીં પણ પ્રજાના હિત માટે બનતા પ્રયાસો કરી રહી છે જન આરોગ્ય,ખેડૂતો,વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને સમાજના અતિ પછાત વર્ગોને પણ ઉચ્ચ સેવાઓ આપવા કટિબદ્ધ રહી છે.આપણો દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે.આપણા પૂર્વજો,સંતો અને ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ સ્વીકારી રહ્યું છે. આ નાનકડા લખાણથી મિત્રો ને સમજાયું હશે કે હવે તો બસ ભાજપ જ …હવે ફરી આપણે દેશ વિરોધી ,જાતિવાદી વિચારો અને સત્તા ના લોભી લોકો ના પ્રચાર પ્રસાર ને નાબૂદ કરી ફરી એકવાર પ્રજા ની શક્તિ થી પરિચિત કરાવીએ મતદાન અચૂક કરીયે કોરોના થી સુરક્ષિત રહી અને સમાજ, દેશ અને આપણી આવનારી પેઢી નો ભવિષ્ય ઉજવળ બનાવીએ…મતદાન અચૂક કરીયે..ગતિશીલ ગુજરાતના વિકાસ ને આગળ ધપાવીએ અને આપનો કીમતી મત ભાજપને જ આપીએ
