લીંબડી વિધાનસભા મતદારવિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વયના ૮૯૩ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

૬૧-લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. ૩ નવેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત કોરોનાની મહામારીને ધ્યાને લઈ લીંબડી વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જે અન્વયે આર.ઓ. દ્વારા ૮૦ વર્ષથી વધુ વયના તેમજ મતદાર યાદીમાં ફ્લેગ થયેલ શારીરિક અક્ષમ મળી કુલ ૯૮૨ મતદારોના પોસ્ટલ બેલેટ મંજૂર કરવામાં આવ્યા હતા.૬૧ – લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં પોસ્ટલ બેલેટથી હાથ ધરાયેલ આ મતદાનના બીજા દિવસે તા. ૨૫, ઓક્ટોબરના રોજ દિવ્યાંગજનો તેમજ ૮૦ વર્ષથી વધુ વયના મતદારો મળી કુલ ૩૭૧ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા બે દિવસ દરમિયાન આ વિધાનસભા વિસ્તારમાં કુલ ૮૯૩ મતદારોનું મતદાન નોંધાયું છે.નોંધનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્યેક ઘર સુધી પહોંચીને, ઘરે – ઘરે જઈને દિવ્યાંગ અને ૮૦ વર્ષથી વધુ વયના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને ધ્યાને લઈ પોસ્ટલ બેલેટ માટેની તંત્રની ટીમની સઘન કામગીરીના કારણે અત્યાર સુધીમાં ૯૮૨ પૈકી પ્રથમ દિવસે ૫૨૨ મતદારો અને બીજા દિવસે ૩૭૧ મતદારો મળી અત્યાર સુધીમાં કુલ ૮૯૩ મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે પોતાના અમુલ્ય મતાધિકારીનો ઉપયોગ કરતાં ૯૦.૯૩ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *