પ્રતિન પોલીસ સ્ટેશન ખાતે ઉતરાયણ પર્વ અનુલક્ષી સેફટી ગાર્ડ વિના ના ટુવ્હીલર ને સેફટી ગાર્ડ લગાવ્યા




કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટુવ્હીલર વાહન ચાલકો ને. પ્રતિન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ ઉતરાયણ પર્વ અનુલક્ષી ને પતંગ ની દોરી થી બચવા માટે સેફટી ગાર્ડ લગાવી આપી સરાહનીય કામગીરી બજાવી હતી. આગામી ઉતરાયણ પર્વ માં દોરી ને લઇ કોઈ ટુવ્હીલર વાહન ચાલક જીવ ન ગુમાવે તે ઉદ્દેશ્ય સાથે પોલીસ વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવ્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર . વી.યુ. ગડરિયા ના માર્ગદર્શન હેઠળ પ્રતિન ચોકડી ખાતે પોલીસ કર્મચારીઓ એ માર્ગ પર થી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ને રોક્યા હતા. અને જેમની ગાડી પર સેફટી ગાર્ડ ન હતા તેને તાર ના સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા. આ ઉપરાંત વાહન ચાલકો ને માર્ગ પર મોટરસાયકલ આગળ આવતી દોરી થી બચવા મોટરસાયકલ ધીમી રફતાર સાથે, તેમજ ગળા મફલર કે રૂમાલ બાંધવા તેમજ મોટરસાયકલ ધ્યાન થી ચલાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું . આ ઉપરાંત ચાઇનીસ દોરી ના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે ત્યારે તેનો ઉપયોગ ન કરવા તાકીદ કરી હતી. અને તેના થી થતા નુકશાન અંગે જાણકારી આપી હતી.
