રોટરી ક્લબ, વ્યારા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે પતંગની દોરીથી બચવા ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટીગાર્ડ લગાડવામાં આવ્યા.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તાપી જિલ્લાના વ્યારા નગરમાં મકરસંક્રાંતિ નિમિત્તે  રોટરી કલબ વ્યારા તરફથી ટુ વ્હીલર વાહન ચાલકોના વાહનોને સેફટી ગાર્ડ લગાવી આપવાનો પ્રોજેકટ તા.૧૧/૦૧/૨૦૨૩ ના બુધવારના રોજ સફળતાપૂર્વક પૂર્ણ થયો. મકરસંક્રાંતિના તહેવારમાં પતંગના દોરાથી ગળું કપાઇ જતું હોવાથી સેફટીગાર્ડનો વિચાર કલબના ઉત્સાહી રોટેરીયન નિતાબેન પારેખે રજુ કર્યો હતો અને કલબના સક્રીય સભ્યોના સથવારે ૬૦ સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા.દરેક વાહન ચાલક પાસે ૫૦ રુ. ટોકન ડીપોઝીટ ફી લઈને ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. જે મકરસંક્રાંતિ બાદ તા.૨૨/૦૧/૨૦૨૩ના રોજ સેફટીગાર્ડ પરત કરનારને ડીપોઝીટ રીફંડ આપવામાં આવશે. આ પ્રોજેકટમાં રોટેરીયન મિત્રો – નિતાબેન પારેખ, ચીત્રાલી શાહ, સમીરભાઈ વાણી, નિલેશ સોની, અજય બોરસે, જનક શાહ, રાજેશ શેઠ, ગૌરાંગ દેસાઈ સમય ફાળવી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *