મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: કપરાડા અને ડાંગના ભાજપા ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કર્યું

3 નવેમ્બરે ગુજરાતમાં યોજાવા જઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ, આંતરિક જૂથબંધી, નકારાત્મક રાજનીતિના કારણે કોંગ્રેસના લોકોનું કોંગ્રેસની નેતાગીરી પ્રત્યે ઉભા થયેલા અસંતોષનું પરિણામ છે.
-શ્રી વિજયભાઈ રૂપાણી

કોંગ્રેસમાં અંદરથી જ હવે રાહુલ ગાંધીની નિષ્ફળ નેતાગીરી અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે, કોંગ્રેસમાં રહેલા સંનિષ્ઠ લોકો કોંગ્રેસના પરિવારવાદથી ત્રાહિત થઈને મુક્તિ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ હવે જનતાની નહીં માત્ર એક પરિવારની થઈને રહી ગઈ છે.
-શ્રી વિજયભાઈ રૂપાણી

કોઈ અન્ય રાજકીય પાર્ટીમાંથી નેતા કૉંગ્રેસમાં પ્રવેશ કરે તો તે બધા સારા, અને પોતાનામાંથી કોઈ જો પાર્ટી છોડે તો તે તુરંત જ ખરાબ બની જાય? કોંગ્રેસ આ પ્રકારની બેવડી રાજનીતિ કરવાનું બંધ કરે, હકીકત તો એ છે કે કોંગ્રેસમાં સંનિષ્ઠ માણસની કદર નથી, માટે કોંગ્રેસ આજે સમાપ્ત થવાના આરે આવીને ઊભી છે.-શ્રી વિજયભાઈ રૂપાણી

કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકાર ખેડૂતોની, આદિવાસીઓની, ગરીબોની, યુવાનોની, મહિલાઓની સરકાર છે. બાળકો માટે પઢાઈ, યુવાઓ માટે કમાઇ અને વૃદ્ધો માટે દવાઇ, “હર ખેત કો પાની, હર હાથ કો કામ” મંત્ર સાથે સરકાર કાર્ય કરી રહી છે.-શ્રી વિજયભાઈ રૂપાણી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી’, અને તેમણે તે કરીને બતાવ્યું છે, આજે દેશના કરોડો લાભાર્થીઓને ડિબિટીના માધ્યમથી દિલ્હીની તિજોરીમાંથી નીકળેલી સહાય સંપૂર્ણ રૂપમાં તેમના બેંક ખાતામાં મળી રહી છે. કોંગ્રેસના રાજમાં કોંગ્રેસી નેતાઓના આશીર્વાદથી ગરીબની સહાયને ખાઈ જતા વચેટિયા અને દલાલોનો આજે અંત આવ્યો છે.-શ્રી વિજયભાઈ રૂપાણી

જે કોંગ્રેસે તેના શાસનમાં રાજ્યમાં સાત વર્ષ સુધી સરકારી ભરતી પર પ્રતિબંધ લગાવ્યો હતો તેના મોઢે યુવાનો માટેની વાત શોભતી નથી.-શ્રી વિજયભાઈ રૂપાણી

આગામી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કપરાડાના ભાજપા ઉમેદવાર શ્રી જીતુભાઈ ચૌધરી તેમજ ડાંગ વિધાનસભાના ભાજપા ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં કપરાડાના નાનાપોંઢા અને આહવાના બોરખેત ખાતે જનસભાને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, 3 નવેમ્બરે ગુજરાતમાં યોજાવા જઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ, આંતરિક જૂથબંધી, નકારાત્મક રાજનીતિના કારણે કોંગ્રેસના લોકોનું કોંગ્રેસની નેતાગીરી પ્રત્યે ઉભા થયેલા અસંતોષનું પરિણામ છે, હવે કોંગ્રેસ જનતાની નહીં પણ એક પરિવાર સુધી જ સીમિત થઈ ચૂકી છે, કોંગ્રેસના જનપ્રતિનિધિઓ, સંનિષ્ઠ કાર્યકર્તાઓને એવો અહેસાસ થવા લાગ્યો છે કે, કોંગ્રેસમાં રહીને જનતાના કામ નહીં થઈ શકે, જેના પરિણામે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને આ ચૂંટણી યોજાવા જઇ રહી છે. ગુજરાતમાં ભાજપાની 103 ધારાસભ્ય સાથે સંપૂર્ણ બહુમતી સાથેની સ્થિર સરકાર છે, દિવસે દિવસે કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી રહ્યું છે.શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, ભાંગી રહી છે, કોંગ્રેસ હવે ડૂબતું નાવ છે, તાજેતરમાં મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા પાયાના કોંગ્રેસી નેતા સાથે 24 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસથી પોતાને અલગ કર્યા, રાજસ્થાનમાં પણ સચિન પાયલોટ જેવા મોટા નેતા પણ કોંગ્રેસને છોડવા સુધી પહોંચી ગયા હતા. કોંગ્રેસ જનતાનો વિશ્વાસ અને જનાધાર ગુમાવી ચૂકી છે, દેશભરમાં કોંગ્રેસમાં રહેલા સારા વ્યક્તિઓને પણ હવે કોંગ્રેસમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. કોંગ્રેસમાં અંદરથી જ હવે રાહુલ ગાંધીની નિષ્ફળ નેતાગીરી અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે, કોંગ્રેસમાં રહેલા સંનિષ્ઠ લોકો કોંગ્રેસના પરિવારવાદથી ત્રાહિત થઈને મુક્તિ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ હવે જનતાની નહીં માત્ર એક પરિવારની થઈને રહી ગઈ છે.શ્રી રૂપાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે આ ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી એટલે ‘પક્ષપલટુ’ શબ્દનો વારંવાર ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસને પક્ષપલટુ શબ્દ ઉપર રાજનીતિ કરવાનું શોભે તેમ નથી. કોંગ્રેસ અત્યાર સુધી ઘણી પાર્ટીઓ અને સરકારને તોડી છે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલના કાળમાં બનેલો ખજુરાહો કાંડ હજી સુધી ગુજરાતની જનતા ભૂલી નથી. ભાજપામાંથી આવેલા શંકરસિંહ વાઘેલાને તો તમે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. જ્યાં સુધી નેતા કોંગ્રેસમાં હોય ત્યાં સુધી સારા અને કોંગ્રેસની નિષ્ફળતાને કારણે જનપ્રતિનિધિ કોંગ્રેસ છોડે તો તે તરત જ ખરાબ થઈ જાય?, કોઈ અન્ય રાજકીય પાર્ટીમાંથી નેતા કૉંગ્રેસમાં પ્રવેશ કરે તો તે બધા સારા, અને પોતાનામાંથી કોઈ જો પાર્ટી છોડે તો તે ખરાબ? કોંગ્રેસ આ પ્રકારની બેવડી રાજનીતિ કરવાનું બંધ કરે, હકીકત તો એ છે કે કોંગ્રેસમાં સંનિષ્ઠ માણસની કદર નથી, માટે કોંગ્રેસ આજે સમાપ્ત થવાના આરે આવીને ઊભી છે.

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર ખેડૂતોની, આદિવાસીઓની, ગરીબોની, યુવાનોની, મહિલાઓની સરકાર છે. બાળકો માટે પઢાઈ, યુવાઓ માટે કમાઇ અને વૃદ્ધો માટે દવાઇ, “હર ખેત કો પાની, હર હાથ કો કામ” મંત્ર સાથે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકાર વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અમલી બનાવી પરિણામલક્ષી કાર્ય કરી રહી છે. ભાજપા પાસે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં એક મજબુત, અડીખમ અને નિર્ણાયક નેતૃત્વ છે, રાષ્ટ્રનિર્માણ માટેની નિયત છે, અને ભારતને શ્રેષ્ઠ બનાવવા તરફ આગળ લઈ જવા માટેની સ્પષ્ટ નીતિ છે, સામા પક્ષે કોંગ્રેસ પાસે ન તો નેતા છે, ન તો નિયત છે, ન તો કોઈ નીતિ છે.

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી ભાજપા સરકારે જન-ધન યોજના, ઉજજ્વલા યોજના, ઉજાલા યોજના, શૌચાલયની યોજના, ખેડુત સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, માં અમૃતમ, માં વાત્સલ્ય યોજના, સહિત અનેક યોજનાઓ કાર્યરત કરી છે. ગુજરાત સરકાર દ્વારા વધુ 50 લાખ લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ બધા નિર્ણયો ગરીબો માટેના નિર્ણયો છે.શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલમ 370 અને 35એ ને કાશ્મીરમાંથી નાબૂદ કરીને આતંકવાદના મૂળિયાં હલાવી દીધા છે, સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇકથી પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે, દેશના કરોડો નાગરિકોની આસ્થા જેની સાથે જોડાયેલી છે તેવા શ્રી રામ જન્મભૂમિ વિવાદનું પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં લોકોની અપેક્ષાઓ અનુસાર નિરાકરણ આવ્યું છે અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ ખુદ કહેલું, દિલ્હીથી એક રૂપિયો મોકલીએ છીએ તો લાભાર્થી પાસે પંદર પૈસા જ પહોંચે છે, બીજી તરફ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી’, અને તેમણે તે કરીને બતાવ્યું છે, આજે દેશના કરોડો લાભાર્થીઓને ડિબિટીના માધ્યમથી દિલ્હીની તિજોરીમાંથી નીકળેલી સહાય સંપૂર્ણ રૂપમાં તેમના બેંક ખાતામાં મળી રહી છે. કોંગ્રેસના રાજમાં કોંગ્રેસી નેતાઓના આશીર્વાદથી ગરીબની સહાયને ખાઈ જતા વચેટિયા અને દલાલોનો આજે અંત આવ્યો છે. કપરાડાના ૧૫ હજારથી વધુ આદિવાસીઓને જમીનની સનદ આપવામાં આવી છે તેમજ સમગ્ર રાજ્યમાં દોઢ લાખથી વધુ આદિવાસીઓને જમીનની સનદ આપીને તેમને અધિકારો આપવામાં આવ્યા છે. અસ્ટોલ પાણી પુરવઠા યોજનાને અમલી બનાવી 586 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, સરકારે તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ માટે આદિવાસી જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાની વ્યવસ્થા કરી છે, તેમજ એકલવ્ય સ્કુલ અને કોલેજો પણ બનાવવામાં આવી છે. ભાજપાની સરકારનું એક જ લક્ષ્ય છે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવા.

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું એક જ કામ છે, વિવિધ જ્ઞાતિ, જાતિ અને ધર્મ સમુદાયોમાં ભાગલા પડાવી, વર્ગ વિગ્રહ ઉભા કરી, મતોનું ગંદુ રાજકારણ કરી, સત્તા મેળવી તેનો ભોગવટો કરવો, ભ્રષ્ટાચાર કરવો જ્યારે ભાજપ માટે સત્તા એ ભોગ વિલાસનું સાધન નહીં પણ રાષ્ટ્રસેવાની એક જવાબદારી તરીકે જનસેવા કરવાનું માધ્યમ છે.શ્રી રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોરોનાની બાબતે રાજ્યની ભાજપ સરકારનો દુષ્પ્રચાર કરતા પહેલા પડોશી રાજ્ય મહારાષ્ટ્ર કે જે કોંગ્રેસની સરકાર છે ત્યાંની પરિસ્થિતિ અંગે પોતાની સરકારને સવાલ પૂછે. ગુજરાતમાં રાજ્ય સરકારે કોરોના ની સારવાર માટેની ઉત્તમ વ્યવસ્થા કરી છે, પૂરતી હોસ્પિટલો છે, સારવાર માટે જરૂરી પૂરતી સાધનસામગ્રી છે તેના પરીણામસ્વરૂપે જ આજે ગુજરાતનો રિકવરી રેટ ૯૦ ટકા સુધી પહોંચ્યો છે, મૃત્યુદર માત્ર સવા બે ટકા છે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકારને જનતાની કોઈ પડી નથી એટલે ૪૦ હજારથી વધુ નાગરિકોને મોતને ભેટવાનો વારો આવ્યો છે.

શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં રાજ્યમાં છાશવારે કોમી તોફાનો થતાં હતા,ગુંડાઓ કોંગ્રેસના મંત્રીઓના નિવાસસ્થાને આશ્રય લેતા હતા, ગુજરાતના અલગ-અલગ ઇલાકાઓ ગુંડાઓના નામે પ્રચલિત હતા જેમકે અમદાવાદમાં લતીફ, સુરતમાં મહંમદ સુરતી, કચ્છમાં ઈભલા શેઠ. આજે ભાજપાના શાસનમાં મહાત્મા ગાંધી, શ્રી સરદાર પટેલ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, ‘ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે’ના સંકલ્પ સાથે રાજ્યની ભાજપા સરકારે નવા કડક કાયદાઓ બનાવ્યા છે, તેમજ ભૂમાફિયાઓ સામે કડક કાયદો લાવી, નિર્દોષ માણસની સંપત્તિ કોઈ હડપ ન કરી જાય તેની ચિંતા કરી છે.શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે અને સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય પણ ગુજરાત છે ત્યારે કોંગ્રેસ રાજ્યના યુવાનોના નામે મગરનાં આંસુ સારવાનું બંધ કરે. જે કોંગ્રેસે તેના શાસનમાં રાજ્યમાં સાત વર્ષ સુધી સરકારી ભરતી પર પ્રતિબંધ લગાવ્યો હતો તેના મોઢે યુવાનો માટેની વાત શોભતી નથી.

શ્રી રૂપાણીએ આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં કમળના નિશાન ઉપર બટન દબાવીને ભાજપાના ઉમેદવારશ્રીઓને ભારે બહુમતીથી વિજયી બનાવી ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા માટે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશના આગેવાનશ્રીઓ, વિધાનસભા બેઠકના ઇન્ચાર્જશ્રીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ સહિત સંગઠનના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક ભાજપા અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *