









કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
તા.૧૪ મી જાન્યુઆરી ૨૦૨૩ ઉત્તરાયણના દિવસે સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન ૭૫ વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) સ્થળો ૫૧ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના શ્રી રામ તળાવ પર સવારે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન ૫૧ સૂર્ય નમસ્કાર કુલ ૧૨૦ જેટલા યોગસાધકો દ્વારા કરવામાં આવ્યા હતાં. જેમાં વ્યારા તાલુકાના યોગ કોચ શ્રી ઉમેશભાઈ તામસેના યોગ સાધકો અને તેમના ટ્રેનર્સ અને દરેક ટ્રેનરના યોગ સાધકોએ તેમજ તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલ સાધકો આ સૂર્ય નમસ્કારનાં કાર્યક્રમમાં જોડાયા હતાં. આ કાર્યક્રમમાં તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી અમૃતાબેન ગામીત, વ્યારા નગર પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન, તાપી જિલ્લાના કોઓર્ડીનેટર શ્રી મનેશભાઈ વસાવા તેમજ વિવિધ તાલુકાના યોગ કોચ અને લીડર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી પ્રસંગોચિત ઉદભોધન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી મનુષ્ય શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે. ૧૨૦ જેટલા યોગસાધકોએ સૂર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઊર્જાના સ્ત્રોત ગણાતા ઊગતા સૂર્ય દેવને અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી યોગ પ્રત્યે જાગૃતિ તેમજ પ્રચાર પ્રસાર કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યારા તાલુકાના ઊર્જાવાન યોગ કોચ શ્રી ઉમેશભાઈ તામસે દ્વારા કરવામાં આવ્યું હતું.
