

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
દર વર્ષે GCERT ગાંધીનગર દ્વારા અધ્યાપન કાર્યમાં નવીનતા લાવવામાં જેમણે પ્રયત્નો કર્યા હોય એવા શિક્ષકોને તથા સત્કારવા માટે ઇનોવેશન ફેસ્ટિવલ થતા હોય છે. આ વર્ષે સુરત જિલ્લાનો ઇનોવેશન ફેસ્ટિવલ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કિશોર સિંહ ચાવડા સાહેબના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભેસ્તાન ખાતે યોજાઈ ગયો. જેમાં બારડોલીમાં આવેલી મદ્રેસા હાઈસ્કૂલના શિક્ષક ચિરાગભાઈ પોપટની પસંદગી થઈ હતી. તેમણે વાર્તા કથનની અલગ અલગ રીતો ઉપર સમગ્ર જિલ્લાના શિક્ષકો સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આચાર્ય શ્રી સાબીરભાઈ પટેલે સમગ્ર શાળા પરિવાર વતી તેમને અભિનંદન આપ્યા હતા.
