મોડેલ સ્કૂલ ડોસવાડા ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ તાપી આયોજિત 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

રાષ્ટ્રીય યુવા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

        આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે  A RTO શ્રી એસ. કે. ગામીત સર હાજર રહ્યા હતા. મોડેલ સ્કૂલ ડોસવાડાના ક્લાસ 2 પ્રિન્સિપાલ આશા ચૌધરી દ્વારા કાર્યક્રમના પ્રારંભમાં  સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય યુવા દિવસના સંદર્ભેમાં ઉદ્દબોદન કરતાં તેઓ એ  જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થીઓ અને  યુવાઓના આદર્શ હોવા જોઈએ. શિકાગો ખાતેની પરિષદમાં વિશ્વ ફલક પર ભારત દેશની આગવી ઓળખ ઉભી કરી દુનિયામાંને આશ્ચર્યચકિત કરી દીધી. એવા એમના અનેક જીવન પ્રસંગો આપણે વાંચીએ, જાણીએ અને એમના જીવનમાંથી શીખીએ. આજના દિને આપણે એમની એક  જ ઉક્તિ "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. "ને અપનાવીશું તો આજનો આ યુવા દિન ઉજવણી સાર્થક થઈ ગણાશે. 
      સૌ વિદ્યાર્થીઓ દ્વારા વિવેકાનંદની છબીની વંદના કરવામાં આવી. વિદ્યાર્થી દ્વારા વિવેકાનંદના પુસ્તકમાંથી પ્રસંગો વિશે સંવાદ કરવામાં આવ્યો. 
     33માં માર્ગ સલામતી સપ્તાહ અન્વયે ARTO શ્રી એસ. કે. ગામીત સર દ્વારા માર્ગ સલામતી અને સુરક્ષા અન્વયે પરિસંવાદ યોજવામાં આવ્યો. વાલીઓને પણ આ પરિસંવાદમાં સાંકળી લઈ તેઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો. તેઓશ્રી ઉદબોધનમાં જણાવ્યું હતું... આપણું જીવન મૂલ્યવાન છે.વાહન ચલાવતી વખતે  હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવો. આપ સૌ વિદ્યાર્થીઓને આહવાન કરીએ છીએ કે..આપ આ અંગે પરિવાર જનોને જાગૃત કરી. હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ  કરવાનો આગ્રહ રાખશો. ડ્રાંઇવિંગ  લાયસન્સની આવશ્યકતા વિશે જણાવશો. ટ્રાફિકના નિયમોનું પાલન કરશો અને કરાવશો. 

ટ્રાફિક સુરક્ષા સ્ટાફના શ્રી વળવી જી એ વિદ્યાર્થીઓને ટ્રાફિક સુરક્ષા અંગેના પ્રશ્નો પૂછી જ્ઞાન ચકાસણી કરી હતી વિદ્યાર્થીઓ એના અપેક્ષિત ઉતરો આપી શક્યા હતા.તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સુરેશભાઈ વળવીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ શિક્ષક કેયુરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યકમમાં ARTo એસ. કે. ગામીત સર, આસિસ્ટન્ટ નિપુલ ચૌધરી, જિલ્લા પોલીસ તરફથી શ્રી રાકેશભાઈ ગામીત તેમજ ટ્રાફિક સુરક્ષા એકમનો સ્ટાફ, વાલીમિત્રો,શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ARTo મા. એસ. કે. ગામીત સરે શાળાના વિદ્યાર્થીઓના વર્ગખંડમાં મુલાકાત લીધી હતી અને કેમેસ્ટ્રીના એક ટોપિક પર સમજ આપી હતી. યુવા દિન નિમિતે શાળામાં આવી ગામીત સર જેવા એક યુવા ઉમદા અધિકારી કેવાં હોય શકે તેનું તાદ્દશ્ય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓ પ્રેરિત અને પ્રોત્સાહિત થયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *