રિપોર્ટ, મયુર પટેલ


મોઢ વણિક સમાજ ના અગ્રણી શ્રી યોગેશ ભાઈ ચંદ્રવદન ઘીવાલા ના પિતા શ્રી ચંદ્રવદન ભુખન દાસ ઘીવાલા ( ઉ. વ.૮૨) રહે.૧૧૬, અજંતા રો હાઉસ, એલ.પી.સવાણી સ્કૂલ સર્કલ પાસે, અડાજણ,સુરત. નું સ્વર્ગવાસ થતા શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર રોડ યુવક મંડળ નો સંપર્ક કરી સદગત નું દેહદાન/ ચક્ષુ દાન કરાવવા માટે ની પ્રસ્તાવ રજૂ કરતાં યુવક મંડળ ના સર્વ શ્રી પરેશ ભાટિયા, વસંત ગોળ વાળા, નીતિન ઘાએલ, હરીશ પીપ વાળા, દીપક અનાજ વાળા સેવા માં જોડાઈ લોક દૃષ્ટિ ચક્ષુ બેંક ના ડો. પ્રફુલ શીરોયા દ્વારા ન્યૂ સિવિલ હોસ્પિટલ ના એનેટોમી વિભાગ માં દેહ દાન માટે બોડી રજૂ કરતાં ડૉ.ભદ્રેશ પ્રજાપતિ એ દેહ દાન સ્વીકાર્યું હતું. વ્યક્તિના સ્વર્ગવાસ પછી પણ તેનો દેહ માનવ ઉપયોગી બની રહે છે તેવો અભિગમ સદગત શ્રી ચંદ્ર વદન ભાઈ પણ માનતા હોવાથી તેઓએ જ તેમની અંતિમ ઈચ્છા દેહ દાન ની વ્યક્ત કરી હોવાથી તેમના પુત્ર યોગેશ ભાઈ, લલિત ભાઈ અને ઘી વાળા પરિવાર દ્વારા સદગત નું અંતિમ ઈચ્છા નો અમલ કરી સદગત નું દેહ દાન કરવામાં આવ્યું. ન્યૂ સિવિલ હોસ્પિટલ ના એનેટોમી વિભાગ બહાર સદગત ની આત્મા ને શાંતિ માટેની સમૂહ પ્રાર્થના બાદ પ્રમાણ પત્ર અર્પણ કરી શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર રોડ યુવક મંડળ વતી શ્રી પરેશ ભાટિયા એ ઘીવાલા પરિવારને ધન્યવાદ અને આભાર ની લાગણી વ્યક્ત કરી.
