ડીસા કોલેજના યજમાન પદે યોજાયો યુનિવર્સિટી વેસ્ટઝોન ક્રિકેટ ભાઈઓનો સિલેક્શન કેમ્પ

વર્ષ દરમિયાન ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યુનિવર્સિટી લેવલની અનેક રમતોનું આયોજન થતું હોય છે એમ આજરોજ કોલેજના યજમાન પદે યુનિવર્સિટી વેસ્ટઝોન ક્રિકેટ ભાઈઓનો પસંદગી કેમ્પ યોજાયો. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પાટણ, પાલનપુર, ખેરાલુ, હિંમતનગર ,ડીસા, શામળાજી, ઊંઝા, ચાણસ્મા, ની કોલેજોના 40 ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ખેલાડીઓનું બોલિંગ બેટિંગ અને ફિલ્ડિંગનું સઘન નિરીક્ષણ કરી વેસ્ટ ઝોન રમવા માટે યુનિવર્સિટીની ટીમની પસંદગી યુનિવર્સિટી ની પસંદગી ટીમે કરી આ સમગ્ર પસંદગી કેમ્પનું સુંદર અને સફળ આયોજન ડીસા કોલેજના સ્પોર્ટ્સ વિભાગના અધ્યક્ષ ડૉ. આર ડી ચૌધરીએ કર્યું હતું. કોલેજના ટ્રસ્ટીશ્રીઓઓ અને યુનિવર્સિટીના સ્પોર્ટસ વિભાગના અધ્યક્ષ ડૉ. ચિરાગભાઈ પટેલે સાહેબે ખેલાડીઓને વેસ્ટઝોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *