
રિપોર્ટ ,મયુર પટેલ
આઝાદી કા અમૃત મહોત્સવ અને જી …૨૦ સમિટ વસુદેવ કુટુમ્બકમ ની ભાવના ને પ્રબળ બનાવવા ના ભાગ રૂપે ભારત સરકારના ગૃહમંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે નેતા સુભાષચંન્દ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લાના હરીપુરા સહિત દેશભરમાં ઇમ્ફાલ, કોહીમા, કટક અને કલકત્તા જેવા વિવિધ સ્થળે આઇકોનિક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે

આઝાદ હિંદ ફોઝ સરકારની સ્થાપના બાદ આંદમાન નિકોબાર ટાપુ ઉપર નેતાજી સુભાષચંન્દ્ર બોઝ દ્વારા સૌ પ્રથમવાર તિરંગો લહેરાવ્યો તેની યાદમાં અને જન્મજયંતિ પ્રસંગે ૧૯ જાન્યુઆરીના રોજ જિલ્લા પ્રશાસન રેન્જ આઇજીપી સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા સુરત જિલ્લાના હરિપુરા ખાતે સવારે નેતાજીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ બાદ પ્રભાતફેરીનું આયોજન અને ત્યારબાદ ૫૦૦ યુવાનોની સાઇકલ રેલીને પ્રસ્થાન કરાશે.ત્યારબાદ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સાઇકલ રેલી નું સ્વાગત અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારબાદ સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે ચાર વાગે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આયોજીત કાર્યક્રમમાં બી.એસ.એફ બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ, મણિપૂરી અને બંગાળી નૃત્યો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસનમુક્તિ ‘નો ડ્રગ્સ’નું થીમ પ્રદર્શિત કરાશે.