તાપી જિલ્લામાં ડી.આર.ડી.એની વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા વિવિધ પધાધિકારીઓ અને યોજના સંલગ્ન કર્મચારીઓ સાથે બેઠક યોજાઇ

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપીની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ તથા પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંકોને મહત્તમ રીતે સિદ્ધ કરવા તાજેતરમાં તાલુકા પંચાયત વ્યારા ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી,પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ,તાલુકા કક્ષાના તમામ યોજનાકીય સ્ટાફ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, મિશન મગલમ્, મનરેગા તેમજ વોટરશેડ યોજનાકીય ઘટકોની કામગીરી અંગે DC, DLM, DDPC તથા APO દ્વારા વિસ્તૃતમાં સમજ પૂરી પાડવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *