નવસારી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા નિવૃત્ત કર્મયોગી સન્માન સમારો યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

નવસારી જિલ્લા શિક્ષણઅધિકારી કચેરીના કાર્યક્ષેત્રના ૩ વર્ષથી નિવૃત કર્મયોગી સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ સન્માન સમારોહમાં સમારોહમાં ૧૭ આચાર્ય,૧૯૦ શિક્ષક,૪૦ ક્લાર્ક,૨૫ સેવેકોની દીર્ધકાલિન સેવાને બિરદાવી. નવસારી જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી અને નવસારી જિલ્લા સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે કોરાના મહામારીને કારણે વર્ષ-૨૦૨૦ થી વર્ષ-૨૦૨૩ સુધીના નિવૃત કર્મયોગી સન્માન સમારોહ શક્ય બન્યો ન હતો જે બીલીમોરા મો.પ્ર.શાહ સાંસ્કૃતિક હોલ ખાતે ૬૦૦ જેટલા સારસ્વતોની હાજરીમાં સંપન્ન થયો. સમારોહને સફળ બનાવવા આચાર્યસંઘના પ્રમુખ માધ્યમિકશિક્ષક સંઘ,ઉ.મા.શિક્ષક સંઘ,ચિત્રકલા શિક્ષક સંઘ,વ્યાયામ શિક્ષક સંઘના તમામ હોદેદારો અને સભ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્ન કર્યો. સમારંભના અધ્યક્ષ જાયન્ટસ અનિલ રાવલ મુખ્ય મહેમાન અને વક્તા ડી.ઈ.ઓ ડૉ રાજેશ્રી ટંડેલ, આર. એ પરીખ જવેલર્સના શેતલ માંડલિયા તથ્ય ફાર્મસી કોલેજ નિર્મલભાઈ જાયન્ટસ રમેશભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે ઉપપ્રમુખ હર્ષદસિંહ અને આચાર્યશ્રી દર્શન દેસાઈ કામગીરી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *