સિદ્ધપુરમાં ભાજપ કાર્યકરોએ સાથે મળીને માણ્યો ‘મન કી બાત’નો 138મો એપિસોડ – વડાપ્રધાનશ્રીના વિચારોથી યુવાનોમાં નવી ઉર્જાનો સંચાર

ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત, તાલુકા ભાજપ પ્રમુખ અને બેંક ડિરેક્ટર સહિત મોટી સંખ્યામાં યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા

સિદ્ધપુર: દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિય અને પ્રેરણાદાયી સંબોધન ‘મન કી બાત’ના 138મા એપિસોડનું સિદ્ધપુર ખાતે જીવંત પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌધરી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર શ્રી જશુભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉત્સાહી યુવા મિત્રો સાથે મળીને વડાપ્રધાનશ્રીનું સંબોધન નિહાળ્યું હતું.’મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સર્વાંગી વિકાસ, લોકભાગીદારી, સ્વચ્છતા, આત્મનિર્ભર ભારત અને જનહિતને લગતા વિવિધ પ્રેરણાદાયી વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના પ્રેરણાદાયી વક્તવ્યએ ઉપસ્થિત સૌ કાર્યકરો અને યુવાનોમાં દેશસેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે નવી ઊર્જા અને જોશ ભર્યું હતું.કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રીએ સૌ કાર્યકરોને વડાપ્રધાનશ્રીના વિચારોને ગામે-ગામ, ઘરે-ઘરે પહોંચાડવા અને લોકહિતના કાર્યોમાં સક્રિય ભાગીદારી નિભાવવા આહ્વાન કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *