આંગણવાડી બહેનોની સેવા અને સમર્પણને સન્માનિત કરવુ એ સમગ્ર સમાજની જવાબદારીઃ ધારાસભ્ય ભરતભાઈ પટેલ


સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા પારનેરા પારડીના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, આંગણવાડી બહેનો અને કાર્યકરો સમાજના પાયાના સ્તરે રહીને બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. તેમની સેવા અને સમર્પણને સન્માનિત કરવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. આ કાર્યક્રમ દ્વારા સેવા સાથે જોડાયેલા કર્મયોગીઓના સન્માન અને તેમના ઉત્સાહવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી બહેનો અને કાર્યકરો દ્વારા બાળકોના પોષણ, આરોગ્ય તથા સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાને બિરદાવવાનો અને તેમનું સન્માન કરવાનો હતો. આ પ્રસંગે આંગણવાડી બહેનો તથા કાર્યકરોને સન્માન સ્વરૂપે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સૌના સહભાગિતાથી સામૂહિક ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સંગઠન અધ્યક્ષ હેમંત કંસારા, પ્રદેશ સંગઠન મંત્રી સોનલ સોલંકી, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, ICDS શાખાના સીડીપીઓ નીલમ પટેલ, વલસાડ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રવિણા પટેલ, વલસાડ તાલુકા સંગઠન પ્રભારી હિતેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ તેજસ પટેલ, વલસાડ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ કેયુર પટેલ, વલસાડ તાલુકા સંગઠન મહામંત્રી અમ્રત ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વલસાડ જિલ્લા પંચાયત સભ્યો પાર્થ પટેલ અને સ્નેહલ પટેલ, વલસાડ તાલુકા પંચાયત સભ્ય જિગિત્સા પટેલ, મહિલા મોરચાના રંજન પટેલ તથા પ્રીતિ પાંડે, તેમજ યુવા મોરચા જિલ્લા ઉપપ્રમુખ મીતભાઈ પટેલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *