





કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
વ્યારામાં આવેલ શબરીધામ શાળા સંકુલમાં સ્ટુડન્ટ પોલીસ કેટેડ યોજના એ સ્કુલ કક્ષાના કિશોર, કિશોરીઓના, યુવાનોના વિકાસ માટેની નવતર પહેલ છે. જેમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે આદર, શિસ્ત, આદર્શ નાગરિક ભાવના, સમાજના નબળા વર્ગો પ્રત્યે સહાનુભૂતિ અને સામાજિક અનિષ્ટો સામે પ્રતિકાર કરવા જેવા ગુણોનો વિકાસ કરી મજબૂત લોકશાહી સમાજના ભવિષ્યના નેતાઓ પેદા કરવાનો છે. આ યોજના બાળકોમાં રહેલ જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદ કરે છે. સાથે સાથે તેમને તેમના કુટુંબ, સમાજ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ અવગત કરાવી મજબૂત કરવાનો છે. વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક, શૈક્ષણિક વિકાસમાં મદદરૂપ થાય છે.
