દેશના સર્વોચ્ચ શિખર પર જ્યારે એક સંવેદનશીલ હૈયુ બેઠું હોય…ત્યારે તેની સંવેદના સાથે જોડાઈયે..
દેશ માટે…દેશ ના વિકાસ માટે…દેશ ની છેવાડે બેઠેલ પ્રજા ની ચિંતા માટે જ્યારે એક એવું વ્યક્તિત્વ દેશ ની ધૂરા સાંભળતું હોય. ત્યારે તેની પડખે ઉભા રહી આ દેશ ને સર્વાંગી રીતે મજબૂત બનાવીએ.ભારતીય જનતા પાર્ટીએ સતા નું નહિ પણ સેવા નું સુકાન સંભાળ્યું ત્યાર થી વિશ્વ આખા માં મા ભારતી નો ડન્કો વાગ્યો છેમાત્ર ને માત્ર રાષ્ટ્ર ભાવના નું જ હિત જેના હૈયે છે…અને આ રાષ્ટ્ર હિત ની વચ્ચે જો કોઈ ચમરબધી પણ આડખીલી બને તો તેને પણ ચપટી માં ચપટી વાગી જાય..એવી દ્રઢ રાષ્ટ્ર વિચારધારા ને વરેલી ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા માં આપણે પણ વહીયે.. અને આપણા પ્રધાન સેવક ના આત્મવિશ્વાસ નું જોમ ..જુસ્સો… વધારીએ અને દેશ ને વૈશ્વિક સ્તરે ..માન મોભો આપવીએ..કેટલાય મિત્રો સવાલ કરે છે કે શા માટે ભાજપ ને મત?..જોકે હવે તો મતદાતા ઓનો મુંઝારો દૂર થઈ જ ગયો છે..એક જ લક્ષ છે બસ ભાજપ જ.દેશ ના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે એક અડીખમ વ્યક્તિત્વ ધરાવે છે…મા ભારતી ને સાચવી શકે ..રક્ષણ કરી શકે તેવી ચોકીદારી કરી જાણે છે એટલે ભાજપ ને જ.મત….!!ભૂતકાળ માં આ દેશ ની સતા નું ખેતર જાણે વારસાઈ માં ઉતરતું તેમ પેઢી દર પેઢી વારસાઈ પડી જતી અને નમાલી સરકારોએ આ દેશ ને જે ગર્તા ની ઊંડી ખાઈ માં ધકેલી દીધો હતો તેને આ ભાજપ સરકારે પોતાની કોઠા સૂઝ થી બહાર લાવી અને બાપુજી નું ખેતર સમજી ને ખેડતી વારસાઈ પ્રજા ને ખદેડી ને…દેશ ની અસમ પ્રજા ને બતાવ્યું કે આ દેશ કોઈ એક નો નથી… જો રાષ્ટ્રહિત તમારાં હૈયે હોય તો દેશ નો કોઈ પણ સામાન્ય માણસ પણ દેશ સેવા નું સર્વોચ્ચ શિખર શોભાવી શકે છે.દેશની આઝાદી પછી સતા ની લાલચ માટે જે છુપી ગુલામી નો પ્રજાને સામનો કરવો પડયો વર્ષો સુધી…તેમાંથી ભાજપ સરકારે પ્રજા ને મુક્ત કરી…અસ મહાન ઉપકાર માટે પણ મત તો ભાજપ ને જ..અરે ધરતી નું સ્વર્ગ કેવાય છે એ કાશ્મીર ને ત્રાસવાદી ઓની ભેટ ધરી ને રક્તરજીત કરી નાખ્યું…જ્યાં ફલાવર વેલી ઓની સુંગધ છવાયેલી હોય ત્યાં ગોળી ઓની બોછાર ચાલુ હોય ..રોજ અનેક નિર્દોષો નો ભોગ લેવાતો હોય..એ કાશ્મીર માં ત્રાસવાદી ના ભૂત ને નાથવા કઇ સરકાર સફળ રહી…એ ભાજપ જ…
…અને એટલે મત માત્ર ને માત્ર ભાજપ ને હાલતા ચાલતા શહેરો અને મહાનગરો માં બૉમ્બ ધડાકા… આ કોને બન્ધ કરાવ્યા…. ભાજપ સરકારે..અને એટલે………………….
જવાદો એ વાત..370 ની કલમ નું ઓપરેશન કોઈ ખાવા ના ખેલ હતા??
કેટલું મનોમંથન અને સંતુલન સાધીને આ કામ પાર પડ્યું હશે??
.અને એટલે………….તો વર્ષો થી ગુંચવાયેલ કોયડો અયોધ્યા રામ મન્દિર નો…આખી દુનિયા ની નજર આ સળગતા પ્રશ્ન પર હતી પણ ચુકાદો આવ્યો ત્યારે અકલ્પનિય શાંતિ નો માહોલ ..અને આ માહોલ માટે ની આગોતરી સૂઝ બુઝ સાથે ની તૈયારી માટે પણ મત તો ભાજપ ને જ………!!! ભારતના અનેક સ્થળો ને પ્રવાસન તરીકે વિકસાવી ને સ્થનિકો ને રોજગારી નું હાથવગું સાધન ઉભું કરી દીધું.તો દેશ ના છેવાડે ધરબાયેલી અનેક કલાઓ ને ઉજાગર કરી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડ્યું ને કલાકારો ને પગભર કર્યા..ખેડૂતો નું હિત હૈયે રાખ્યું.તો દેશ નો દરેક નાગરિક તંદુરસ્ત રહે..સ્વસ્થ રહે તે માટે યોગ પર ભાર મૂકી..આયુષમાન ભારત ના નેઝા માં દેશ નું આયુર્વેદ ને માન ભેર મોભો આપ્યો…અને એટલે. હા એટલે જ મત તો ભાજપ ને જ મોદી સાહેબ ની દિર્ગ દ્રષ્ટિ થી જ ભરી દેશ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે..હાલ ની વૈશ્વિક મહામારી માં દેશ ના અર્થ તંત્ર પરની માઠી અસર જન્માનસ માંથી કેમ ઓછી કરવી અને દેશ ની વાસ્તવિક પરિસ્થિતિ પારદર્શકતા થી પ્રજા સમક્ષ મૂકી ને આત્મનિર્ભરતા નો પરિણામ લક્ષી સંદેશ જન જન સુધી પોચાડી ને એક યુધ્ધ જીત્યા નું કામ આ ભાજપ સરકારે કર્યું છે અને એટલે જ…મત તો ભાજપ ને જ….!!!!!!!! સ્વચ્છતા અભિયાન ના પરિણામો દેશ ના ગામડે ગામડે જોવા મળે છેસવારના કોઈ કચરાવડા ની ગાડી નું હોર્ન વાગે ને શેરીઓ માંથી લોકો પોતાના કચરાના ડબ્બા લઈ કચરા ગાડી માં નાખે અને આખા ગામ માં ક્યાય હવે ઉકરડા નહિ જાણે કોઈ વિદેશની આ વાત હોય…..આ સરકાર પહેલા સફાઇ કામદારો ને હાથ ના મોજા પણ નસીબ નોહતા થતા..ખુલા હાથે ગંદકી ચૂથ્વી પડતી ને હાથ ના “પંજા” ગદા થાતાં ને રોગ ના ભોગ બનતા જ્યારે ભાજપ સરકાર માં નાના માં નાના આવા કર્મચારી ને ટેકનોલોજી સાથે જોડી ને કમાલ કરી છે..અને એટલે મત ભાજપ ને કોરોના મહામારી વચ્ચે ચૂંટણીની તૈયારી ચાલશે તયારે વિચારવાનું એ છે કે હવે પછી આવી વાયરસ ગત બીમારીઓ ..રોગચાળાઓ સામાન્ય થઈ જશે ત્યારે તેને નાથવાની ત્રેવડ ક્યાં પક્ષ માં છે..તો એતો અત્યારનો અનુભવ સહુ ને છે કે કેવા કુનેહ થી ધીરે ધીરે આ મહામારી માંથી લોકો ને માનસિક રીતે ભાજપ બહાર લાવી રહ્યું છે ..અને એટલે જ મત તો માત્ર ભાજપ ને ભાજપ ને મત શા માટે ના સવાલ માં એટલું જ કે શા માટે નહીં???? મતદારો નો મુંઝારો હવે રહ્યો નથી કે મત કોને આપવો..એક માત્ર ને માત્ર ભાજપ ને અહીં યશ ગાથા ભાજપ ની ગવાશે તો કોક પાછો કાદવ કીચડ ઉછાડશે ..પણ ભલે ઉછાળે કારણ કે ભાજપ માટે કાદવ કીચડ એ પૌષ્ટિક તત્વ જેવું કામ કરે છે કમળ ને ખીલવા માટે થોડાં કાદવ ની જરૂર પડે છે…એ કીચડ કમળ ને ન્યુટ્રેસન પુરા પાડે છે…તોજ ભાજપ નું કમળ સમગ્રતયા ખીલી ઉઠશે..એવા કીચડ ઉછાડનાર નો ભાજપ આભાર ના માને તો જ નવાઈ
..આવો આપણે સહુ કોઈ કાદવ માં ધ્યાન ન દેતા દેશ ના મોટા પડકારો ને પોચી વળવા ભાજપ જેવી રાષ્ટ્ર હિત ને વરેલી સરકાર ને મત આપવાનો આ વખતે પણ અગાઉ ની જેમ દ્રઢ નિર્ણય કરીયે … મત તો ભાજપ ને જ *સી. ડી. કરમશીયાની દેશલપર ભુજ કચ્છ

