પ્રદેશ મંત્રી અને જિલ્લા ભાજપ અધ્યક્ષે જિલ્લા પંચાયત બેઠકોની મુલાકાત લીધી
અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નખત્રાણા ખાતે નખત્રાણા તાલુકાના ૬૦ જેટલા ગામોના સરપંચોનું સરપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું . શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ લાલજીભાઈ રામાણી , ધીરજભાઈ પટેલ , ભરતભાઈ સોમજીયાણી , પ્રકાશભાઈ મહેશ્વરી , નખત્રાણા સરપંચ સંગઠન પ્રમુખ રાજુભાઈ જાડેજા , મહામંત્રી ઈકબાલભાઈ ઘાંચી , મંગવાણા સરપંચ ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં આગામી પેટા ચૂંટણી અંતર્ગત તમામ ગામના સરપંચશ્રીઓને મળીને તેમની સાથે વિચારગોષ્ઠિ કરી હતી અને પક્ષના કાર્યો , યોજનાઓ અને નિતી રીતીથી તેઓને અવગત કરીને આવનારી ચુંટણીમાં ભાજપના ઉમેદવાર અને અબડાસાના સાચા હિતરક્ષક એવા પ્રધ્યમનસિંહ જાડેજાની તરફેણમાં કાર્ય કરવા અપીલ કરી હતી . શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે , અબડાસા સહિત સમગ્ર કચ્છના સદભાગ્ય છે કે એક ઓલીયાના સ્વરૂપમાં પ્રદ્યુમનસિંહ જાડેજા જેવો સાચો લોકસેવક અબડાસાની જનતાને મળ્યો છે . જેને હોઠે અને હૈયે અબડાસાની આન , બાન અને શાન સિવાય કોઈ બીજી વાત નથી હોતી એવા સેવાના આ ભેખધારીને ફરીથી એક વખત પ્રચંડ સરસાઈથી વિજયી બનાવવાની જવાબદારી આપણા સૌની બની રહે છે . આપ સૌ અબડાસાવાસીઓએ ફકત એક દિવસ પ્રદ્યુમનસિંહની ચિંતા કરવાની છે ત્યાર બાદ આપ સૌની ચિંતા કરવાની જવાબદારી પ્રદ્યુમનસિંહ સહિત રાજય અને કેન્દ્ર સરકારની બની રહેશે . સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , ભાજપની કેન્દ્ર અને રાજયની સરકારો દિનદયાલજીએ આપેલા અંત્યોદયના વિચારને અપનાવીને સર્વે સમાજ તેમજ સર્વે વર્ગોને ધ્યાને રાખીને સમતોલ વિકાસ અને સુશાસન દ્વારા સફળતા પૂર્વક આગળ વધી રહયું છે . વંશવાદ અને જાતિવાદથી દૂર રહીને કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે અગણીત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે સરહદી વિસ્તાર અબડાસા પણ આ વિકાસધારાના પ્રવાહમાં સાથે ભળે એ આપણા સૌની ગંભીરતાપૂર્વકની જવાબદારી સમજીને આપણે સૌએ પ્રદ્યુમનસિંહને ફરીથી એક વખત અબડાસાની સેવા કરવાની તક આપવી જોઈએ . અન્ય એક પ્રવાસના દોરમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે પક્ષના હોદેદારો , વિવિધ ઈન્ચાજ અને કાર્યકર્તાઓ સાથે આજરોજ અબડાસા મત વિસ્તાર હેઠળની વિવિધ જિલ્લા પંચાયત બેઠકોમાં પ્રવાસ યોજી પ્રચાર – પ્રસાર કર્યો હતો . જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ , વિધાનસભા સીટ ઈન્ચાર્જ જયસુખભાઈ પટેલ , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતીમાં સૌ પ્રથમ મંજલ જિલ્લા પંચાયત બેઠકથી પ્રારંભ કરીને ત્યાર બાદ વિથોણ , નિરોણા અને અંતે નખત્રાણા જિલ્લા પંચાયત સીટ પર અલગ અલગ બેઠક યોજી હતી . ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહ જાડેજા જયારે કોંગ્રેસમાંથી ચુંટાયા હતા ત્યારે પણ તેમના સમગ્ર કાર્યકાળ દરમ્યાન પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અબડાસાના હિત અને વિકાસની સતત ચિંતા સેવી હતી . સ્થાનિક શિક્ષણનો પ્રશ્ન હોય કે રોડ – રસ્તા કે આરોગ્ય જેવી માળખાકીય સગવડો બાબતે રજૂઆત હોય પ્રદ્યુમનસિંહે હંમેશા રાજકારણને પર રાખીને અબડાસાની ઉન્નતીને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે . પાછલા કેટલાક વરસોના કારમાં દુષ્કાળ વખતે પ્રદ્યુમનસિંહે સરકારમાં વિવિધ સ્તરે સતત ભારપૂર્વક રજૂઆતો કરીને દુષ્કાળ જેવી આપતિ સામે હિંમતભેર સામનો કર્યો હતો અને આવી કપરી વેળએ અબડાસા – લખપતના માલધારીઓની પડખે અડીખમપણે ઉભા રહયા હતા . કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહની આંતરીક કોઠાસૂઝ ખૂબ ગજબની છે . જેને હૈયે હંમેશા અબડાસાનું હિત સચવાયેલું છે એવા પ્રદ્યુમનસિંહ વિધાનસભા સત્ર દરમ્યાન તેમના મત વિસ્તારની રજૂઆતોમાં અગ્રેસર રહયા હતા . સમાજના નાનામાં નાના માનવીથી પણ વ્યકિતગત ધરોબો રાખનાર શ્રી જાડેજા જેવા નેતા આપણને મળ્યા છે ત્યારે આ વખતે પુનરાવર્તન નહીં કરવાનું મહેણું ભાંગીને અબડાસાની જનતાને પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાર્દિક અપીલ કરી હતી . આ પ્રવાસમાં જિલ્લા પંચાયત સીટ ઈન્ચાર્જા ત્રિકમભાઈ છાંગા , દેવજીભાઈ વરચંદ , નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ , નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસીંગાણી , મહામંત્રી મહેશભાઈ સોની , તાલુકા પંચાયત ઈન્ચાજ હરીભાઈ જાટીયા , કાનજીભાઈ આહિર , હિતેશભાઈ ખંડોર , મનજીભાઈ આહિર , ભરતભાઈ રાણા , આગેવાનો ભરતભાઈ સોમજીયાણી , પ્રવિણભાઈ વાસાણી , લાલજીભાઈ રામાણી , રાજેશભાઈ પલણ સહિત શકિત કેન્દ્રના પ્રમુખો , સેલ / મોરચાના હોદેદારો , સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

