અનાવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતિ ઉજવી 51 માવર્ષમાં પ્રવેશ ની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટ , મયુરપટેલ

હુવા તાલુકાના અનાવલ ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના પ્રમુખ જગુભાઈ આર.પટેલ અને એમની કમિટી દ્વારા 50 માં વર્ષની સુવર્ણ જયંતિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગભાઈ પટેલ રાજેશભાઈ કાંતિલાલ પાઠક સુમુલ ડેરી ઉપપ્રમુખ વસુધારા ડેરીના પ્રમુખશ્રી ગમનભાઈ કીકાભાઈ પટેલ અને એવા ઘણા અતિથિ વિશેષ ગણો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને આગળ વધારવા પહેલા મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો ત્યારબાદ અનાવલ પ્રાથમિક શાળાની બાળાઓએસ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અનાવલ ડેરીના પ્રમુખ શ્રી જગુભાઈ અનાવલના માજી સરપંચ ઠાકોરભાઈ મહુવા સુગરના ડિરેક્ટર વિપુલભાઈ તથા ડેરીના કર્મચારીઓ દ્વારા કુંવરજીભાઈ હળપતિ નું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સુવર્ણ જયંતિ નાલાભાર્થી પશુપાલક બહેનોને અનાવલ દૂધ ઉત્પાદક મંડળી તરફથી સોનાની બુટ્ટી અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ આ દૂધ મંડળી ની અંદર પ્રમુખશ્રીઓ અને કમિટી સભ્યો આગળથી આ ડેરીને આગળ લાવવા માટે તનતોડ મહેનત કરી રિટાયર થઈ ગયેલા હોય એવા કર્મચારીઓનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કુવરજીભાઈ હળપતિએ તમામ જ્ઞાતિના લોકોને અને પશુપાલકોને સુમુલ દાળ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા કે બહારથી આવતા સુમુલ દાણ કે પાપડી જેવા પશુ આહારનો ઉપયોગ ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું જેથી કરી આપણા પશુઓને કોઈ નુકસાની ન પહોંચે એની જાણકારી આપી હતી અને આ કાર્યક્રમ ને રાષ્ટ્રગીત ગાય પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં અનાવલ દૂધ ડેરીના કમિટી સભ્યો તુષારભાઈએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોને સમૂહ ભોજન લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *