સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે G20 અંતર્ગત વ્યાખ્યાન યોજાયુ

વિશ્વમાં ભારત પુનઃ વિશ્વગુરૂ પદે આરૂઢ થવા જઈ રહયુ છે, વિશ્વના તાકાતવાન દેશો ભારતની સર્વોપરિતા સ્વીકારી રહ્યા છે, અને એટલે જ ઇન્ડોનેશિયા ખાતે તાજેતરના G20ના શિખર સંમેલનમાં સર્વાનુમતે આગામી એક વર્ષ માટે ભારતને અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યુ. સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે G 20 અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં પ્રિ ડો જગદીશ એચ પ્રજાપતિ ઉપરોકત બાબતે પુનરોચ્ચાર કરી જણાવ્યું કે G20નું અધ્યક્ષ પદ ભારતને મલ્યુ છે જે બતાવે છે કે વિશ્વ માં ભારતનો ડંકો વાગી રહ્યો છે. તેઓના માર્ગદર્શનમાં ભારત G20 ઇન્ડિયા અંતર્ગત એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. નિહાર નિમ્બાર્કે મુખ્ય વક્તા તરીકે “G20 અને ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો” વિષય પર વક્તવ્ય રજુ કર્યુ હતું. તેઓએ પોતાના વ્યાખ્યાનમાં ‘G20 શું છે?’, G20નો જન્મ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, જળ-વાયુ પરિવર્તન સુધારા અને ટકાઉ વિકાસ વગેરે જેવા G20ના ઉદ્દેશ અને સંકલ્પ વિષે બધાને માહિતગાર કર્યા હતા. આ સાથે તેઓએ G20 ના સભ્ય દેશો, G20 લોગો અને થીમ ૨૦૨૩ – “વસુધૈવ કુટુમ્બકમ” અથવા “એક પૃથ્વી-એક પરિવાર-એક ભવિષ્ય”, G20માં ભારતનું યજમાન પદ, ભારતના બીજા G20 સભ્ય દેશો સાથેના સંબધો વગેરે જેવી અનેક બાબતોને પ્રેઝન્ટેશન દ્વારા પોતાના વ્યાખ્યાનમાં ચિત્રો સાથે ખુબજ રસપ્રદ શૈલીમાં વણી લીધી હતી. આ વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓના સમૂહ20 વિષેના જ્ઞાનમાં વધારો થયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના નોડલ ઓફિસર પ્રો. અશોકભાઈ દરજીએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યુ હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. કાર્યક્રમને અંતે G20 પ્રોગ્રામના કો-નોડલ ઓફિસર અને મીડિયા સંયોજક પ્રો. દેવેન્દ્રભારતી બી. ગોસ્વામીએ આભારવિધિ પ્રગટ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *