વલસાડ હોમગાર્ડ્ઝ દળમાં વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા બદલ બે હોમગાર્ડ્ઝને મુખ્યમંત્રી ચંદ્રક એનાયત થશે   

      વલસાડ જિલ્લામાં ૭૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રીશ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલની અધ્યક્ષતામાં કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે થશે. આ ઉજવણી નિમિત્તે મંત્રીશ્રીના હસ્તે વલસાડ હોમગાર્ડ્ઝ દળના વલસાડ યુનિટના આસિસ્ટન્ટ સેક્શન લીડર મહિલા હોમગાર્ડ શ્રીમતી દિપીકાબેન વસંતભાઈ પટેલ અને ધરમપુર યુનિટના આસિસ્ટન્ટ લીડર શ્રી ગોવિંદભાઈ દેવજીભાઈ ગાંવિને દળમાં લાંબી, પ્રસંસનીય અને વિશિષ્ટ સેવા આપવા બદલ મુખ્યમંત્રીશ્રી ચંદ્રકો એનાયત કરાશે.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *