શ્રી અટલ બિહારી વાજપાઈજીની જન્મ જયંતી નિમિત્તે વ્યારા તાલુકાના કાટકુઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લાયન હાર્ટ ગૃપ દ્વારા કરવામાં આવ્યું.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

લાયન હાર્ટ ગ્રુપ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે તાપી જિલ્લાના તમામ અંતરિયાળ ગામડાઓમાં દર મહિને બ્લડ ડોનેસન કેમ્પ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા.28/01/2023 શનિવાર ના રોજ વ્યારા તાલુકાના કાટકુઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી સાહેબ, તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહામંત્રી શ્રી પંકજભાઈ ચૌધરી, તાપી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ગામીત, કાટકુઈ ગામના સરપંચ શ્રી રાહુલભાઈ ગામીત, ધવલભાઇ ચૌધરી, મધુબેન, વંદનાબેન, વ્યારા નગરપાલિકાના સભ્યશ્રી દિલીપભાઈ જાદવ, કિરણભાઈ ભોઈ, દ્રષ્ટિબેન અણમોલા, રાજુભાઈ મોહિતે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જાદવ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કાટકુઈ ગામના યુવાનો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *